ભાજપના સુત્રને સાર્થક કરતા જામનગર (દક્ષિણ) ૭૯ના ધારાસભ્ય

  • February 21, 2023 08:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હાંકલ કરો ત્યાં હાજર ના જીંગલથી લોકોના મન, હ્યદયમાં મજબુત સ્થાન ઉભું કરી જંગી લીડથી ચૂંટણી જીત્યાના પ્રથમ મહિને જ પોતાના જન્મદિને રપ૧ કુપોષીત બાળકો દત્તક લઇ તેમની ચિંતા આખું વર્ષ કરવાની જાહેરાત કરી હતી.


તેના જ ભાગરૂપે કાર્ય-વચન પૂર્ણ કરતા ભાજપના કીધં તે કર્યુંના સૂત્રને સાર્થક કરી ૧ મહિનો પૂરો થતાં તમામ કુપોષિત બાળકોને તેમના વિસ્તારમાં જઇ રૂબરૂ સંપર્ક કરી આંગણવાડી વોર્ડ સહ રપ૧ પોષણમુક્ત ખોરાકનું વિતરણ કર્યું હતું. ખૂબ જ નાના ભૂલકાઓની ચિંતા કરનાર દિવ્યેશભાઇના કાર્યની દિવ્યતાનો અહેસાસ ઉપસ્થિત સર્વ વિસ્તારના કોર્પોરેટર્સ - આંગણવાડી કર્મચારીઓ - સુજ્ઞ વાલીઓ - નાગરિકોએ નિહાળી હતી.





રપ૧ કુપોષિત બાળકોને પોષીત આહાર આપી હેલ્ધી પોષીત બનાવવાના આ અભિયાનમાં વોર્ડ નં. ૭, ૮, ૯, ૧૦, ૧૧, ૧ર, ૧૩, ૧૪, ૧પ અને ૧૬ ની આંગણવાડીઓમાં વોર્ડના પ્રમુખ, મહામંત્રી, કોર્પોરેટર્સ તેમજ અગ્રણીઓ-કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી પોષણ આહાર કીટનું વિતરણ કરવામાં આવેલ હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application