મિજાન જાફરીએ જણાવ્યું - '' અસલ જીંદગીમાં પિતા જાવેદ જાફરી અમરીશ પૂરી સમાન છે. '' 

  • July 21, 2021 05:17 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જાવેદ જાફરીનો પુત્ર મિજાન જાફરી પોતાની બીજી ફિલ્મ ' હંગામા 2 ' ને લઈને ખુબ ઉત્સાહિત છે. સ્ટારકિડ્સ હોવા છતાં પણ મિજાનને પ્રોફેશનલ ફ્રન્ટ પર પિતા તરફથી કોઈ મદદ મળી નથી. મિજાન જાફરી હાલમાં અમિતાભ બચ્ચનની દોહિત્રી નવ્યા નવેલી નંદા સાથે રિલેશનશિપમાં છે. 

 

 

જાવેદ જાફરી એ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ટોપ કોમેડિયનમાંના એક ગણાય છે. જાવેદ જાફરી એ બુગી વુગી, ટકેશીજ કાસલ અને જજન્તરમ મમંન્તરમ જેવા ટીવી શોઝમાં પણ જોવા મળ્યા છે. 

 

 

જાવેદના ફેન્સ બાળવર્ગ માંથી વધુ જોવા મળે છે. પરંતુ, અસલ જીંદગીમાં તે પોતાના બાળકો માટે કોઈ હિટલરથી કમ નથી. મિજાનના માટે, જાવેદ તેની અંગત લાઈફમાં ખુબ જ સીરીયસ છે. બાળપણમાં તેની સાથે પિતા જાવેદ હિન્દી ફિલ્મ્સના સખ્ત પિતા જેવો જ વ્યવહાર કરતા હતા. 

 

 

ઘર પર કોમેડી બિલકુલ ચાલતી નથી -

 

 

મિજાને કહ્યું કે, '' ભલે પપ્પાની ઈમેજ મજાકિયા વ્યક્તિ તરીકેની હોય, પણ બાળપણમાં પપ્પા અમારી સાથે ખુબ જ કડક હતા. એનો એટલો ડર હતો કે, પપ્પા ઘરે આવે ત્યારે અમે બધા હોમવર્ક કરવા લાગતા. તે ડીસીપ્લીન માટે ખુબ કડક હતા. તે ડીડીએલજેના અમરીશ પૂરી જેવા જ હતા. જોકે, તેમના આવા કડક સ્વભાવને લીધે જ અમે શિસ્તબદ્ધ બન્યા અને વડીલોનો આદર કરતા શીખ્યા. ''

 

 

પપ્પાએ ક્યારેય સ્ટ્રગલ વિશે ફરિયાદ નથી કરી -

 

 

મિજાને આગળ જણાવ્યું કે, '' આજે પણ અમને પપ્પાથી ડર લાગે છે. ઘર પર આજે પણ બહુ હંસી - મજાકનો માહોલ હોતો નથી. એ ખુબ જ ટેલેન્ટેડ છે, અને પોતાના કાર્યમાં ખુબ જ ડેડીકેટેડ છે. આજે પણ તે પોતાના કામમાં ખુબ જ સક્રિય રહે છે. એક વખત એવો પણ હતો કે, અમારે સાવ નાના ઘરમાં રહેવું પડ્યું હતું. પપ્પાએ ક્યારેય પણ પોતાની સ્ટ્રગલ વિશે ફરિયાદ નથી કરી. હવે હું ઇચ્છુ છું કે, પપ્પા આરામ કરે, અને હું કામ કરું. ''  
 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application