મિત્રભા ગુહાએ ભારતને અપાવ્યો ફિશર રેન્ડમ ચેસનો ખિતાબ

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ચેસબેઝ ઈન્ડિયા દ્વારા આયોજિત બુદ્ધિબલ ઓનલાઇન  ફિશર રેન્ડમ ચેસનો ખિતાબ ભારતના યુવા ઇન્ટરનેશનલ માસ્ટર મિત્રભા ગુહાએ પોતાને નામ કરી લીધો છે. મિત્રભા ગુહા એ અણનમ રહીને ૯ રાઉન્ડમાં ૭જીત અને  બે ડ્રોની સાથે કુલ ૮.૦/૯ અંકો બનાવી અને ખેલજગતમાં પ્રથમ વખત ફિશર રેન્ડમ વિજેતાનો તાજ હાંસલ કર્યો છે.

 

ઇન્ટરનેશનલ માસ્ટર ટેરી રેનાટો, ભારતના ગ્રાન્ડમાસ્ટર રોનક સાધવાની અને ઇન્ટરનેશનલ માસ્ટર આરોન્ય ઘોષ આ ત્રણેય ખેલાડીઓ કુલ ૭.૫ બનાવી શક્યા હતા.

 

એવામાં ટાઈ બ્રેકર સ્કોર અનુસાર ક્રમશઃ બીજો, ત્રીજો અને ચોથો ક્રમ પ્રાપ્ત કર્યો છે. પાંચમા અને દસમાં સ્થાન સુધી ક્રમશઃ કઝાકિસ્તાનના ઝકોંગીર, વોખીદોવ,ભારતના અભિમન્યુ પૌરાણિક, આર પ્રજ્ઞાનંદા, રૂસના આન્દ્રે ડાવેઈટકીન,  ભારતના વૈભવ સુરી અને રશિયાના દુસાન પોપોવિક રહ્યા હતા.

 

ટૂર્નામેન્ટમાં ભારત સહિત દુનિયાભરના લગભગ ૨૪ દેશોના ૩૦ ગ્રાન્ડમાસ્ટર, ૨૩ ઇન્ટરનેશનલ માસ્ટર, ૩ મહિલા ગ્રાન્ડમાસ્ટર અને ૫મહિલા ઇન્ટરનેશન માસ્તરે ભાગ લીધો હતો. ચેસબેઝ ઈન્ડિયા દ્વારા પ્લેચેસ પર આયોજિત આ ત્રીજી ફિશર રેન્ડમ ટુર્નામેન્ટ હતી.

 

જ્યારથી ચેસને કાયદેસરનો રૂપ મળ્યું છે, ત્યારથી લગભગ ૨૦૦ વર્ષોથી પ્રામાણિક રીતે મોહરાની શરૂઆત એક સરખી રહી છે મતલબ કે તેના આધાર પર જ ચેસનો પ્રારંભ તમામ પુસ્તકોમાં પણ લખવામાં આવ્યો છે.

 

પૂર્વ વિશ્વ ચેમ્પિયન ફિશરે અને રોચક બનાવવા માટે ફિશર ૯૬૦ની રચના કરી હતી જેમાં દરેક મેચ બાદ ચેસના મોહરાની શરૂઆતની સ્થિતિ બદલી દેવામાં આવે છે.  ચેસના અન્ય તમામ નિયમોમાં કોઈ ફેરફાર કરવામાં આવતો નથી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS