મીરાબાઈ ચાનૂએ ઓલંપિક્સમાં રચી દીધો ઈતિહાસ, વેટલિફ્ટિંગમાં જીત્યું સિલ્વર મેડલ

  • July 24, 2021 12:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ટોક્યો ઓલંપિક્સના બીજા દિવસે ભારત એક પછી એક જીત મેળવી રહ્યું છે. હોકીમાં ભારતે ન્યૂઝીલેન્ડને મ્હાત આપી છે જ્યારે ભારતની મીરાબાઈ ચાનૂએ પણ ભારત માટે પ્રથમ પદક જીતી ઈતિહાસ રચી દીધો છે. મીરાબાઈ ચાનૂએ ટોક્યો ઓલંપિકમાં વેટલિફ્ટિંગમાં 49 કિગ્રામાં સિલ્વર મેડલ પોતાના નામે કર્યું છે. 

 

મીરાબાઈ ચાનૂએ ભારતને પહેલું મેડલ અપાવ્યું છે. ભારતીય વેટલિફ્ટિંગ ઈતિહાસમાં ઓલંપિકમાં ભારતનું આ બીજું પદક છે. આ પહેલા સિડની ઓલંપિક 2000માં વેટલિફ્ટિંગમાં પદક મળ્યું હતું. આ પદક કર્ણમ મલ્લેશ્વરીએ અપાવ્યું હતું. 

 

મીરાબાઈએ પહેલા પ્રયાસમાં 84 કિલો, બીજા પ્રયાસમાં 87 કિલો વજન ઉપાડ્યું હતું જો કે ત્રીજા પ્રયાસમાં તે 89 કિલો વજન ઉપાડવામાં નિષ્ફળ રહી હતી. 94 કિલો વજન સાથે ચીનના વેટલિફ્ટર હાઉ ઝિહૂ પહેલા રહ્યા છે. આ પણ એક ઓલંપિક રેકોર્ડ છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
Covid amongst kids
  • May 10, 2021