માર્ગ પરિવહન મંત્રાલયે મુસદ્દો જાહેર કર્યો: દેશમાં ઠેર-ઠેર સ્ક્રેપિંગ સેન્ટર ખોલવામાં આવશે

  • March 18, 2021 11:47 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જૂના વાહનો માટેની સ્ક્રેપ પોલિસી તૈયાર રિન્યુઅલ માટે આઠગણી ફીની દરખાસ્ત

 


જો તમારી પાસે 15 વર્ષ કે તેથી વધુ જૂની કાર હોય અને જો તમે તેનું રજિસ્ટ્રેશન એટલે કે આર.સી. નવી બનાવવા માગતા હોય તો તમારે આઠગણી ફી ચૂકવવી પડશે. આ નવો નિયમ આગામી ઓકટોબર મહિનાથી લાગુ થશે. આવી જ રીતે જૂની બાઈક માટે આર.સી. રિન્યુઅલ પણ મોંઘુ થઈ રહ્યું છે. કેન્દ્ર સરકારે તૈયાર કરેલી જૂની વાહનો માટેની સ્ક્રેપટ પોલિસીમાં જૂની કાર માટે પાંચ હજાર પિયા અને જૂના બાઈક માટે રિન્યુઅલ ફી 1000 પિયાની દરખાસ્ત કરી છે. અત્યારે બાઈક માટે માત્ર 300 પિયા ફી ભરવાની થાય છે. આવી જ રીતે 15 વર્ષ જૂની બસ કે ટ્રક માટે ફીટનેસ સર્ટિફિકેટ રિન્યુ કરવા માટેની ફી 12500 કરવાની દરખાસ્ત છે.

 


કેન્દ્રના માર્ગ પરિવહન મંત્રાલયે એક મુસદ્દો જાહેર કર્યો છે જેમાં આ દરખાસ્ત કરવામાં આવી છે. ફી વધારાની આ દરખાસ્ત જૂની ગાડીઓને રસ્તા પરથી દૂર કરવા માટેની નિતિનો એક હિસ્સો છે. નવા નિયમો અનુસાર જો આર.સી. રિન્યુ કરવામાં કોઈ વિલંબ કરશે તો દર મહિને 300થી 500 પિયાનો દંડ પણ ફટકારવામાં આવશે. આવી જ રીતે કોમર્શિયલ વાહન માટે વિલંબ કરવામાં આવશે તો રોજના 50 પિયા દંડ ફટકારવામાં આવશે.

 


માર્ગ પરિવહન મંત્રાલયે ફિટનેસ ટેસ્ટમાં પાસ ન થઈ શકેલા વાહનોને સ્ક્રેપ કરવા માટે રજિસ્ટર્ડ સ્ક્રેપિંગ સેન્ટર ખોલવાની દરખાસ્ત પણ કરી છે. આ દરખાસ્ત અનુસાર કોઈપણ વ્યક્તિ દેશના કોઈપણ સ્ક્રેપિંગ સેન્ટરમાં પોતાનું વાહન સ્ક્રેપ કરી શકે છે અને તે અંગેનું સર્ટિફિકેટ પણ બીજાને આપી શકે છે. સ્ક્રેપ થનારી ગાડીની કિંમત બજારમાં કેવી કિંમત ચાલી રહી છે તેના આધારે નકકી થશે. વધુમાં નવી કાર કોઈએ ખરીદી હોય અને જો તેમાં તાત્કાલીક ખરાબી ઉભી થાય તો કંપ્નીએ આવી કારને રી-કોલ કરવી પડશે.

 


આવી કારના બદલામાં કંપ્ની નવી કાર આપશે. નવી કાર આપવાનો ઈનકાર કરનાર કંપ્નીને 10 લાખ પિયાથી લઈને એક કરોડ પિયા સુધીનો દંડ ભરવો પડશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application