સરકારી કચેરીઓમાં આજથી પાંચ દિવસનું મિનિ વેકેશન

  • April 10, 2025 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગુજરાત સરકારની વિવિધ કચેરીઓમાં ફકત એક દિવસની રજા મુકવાના કારણે પાંચ દિવસનું મીની વેકેશન કર્મચારીઓને મળી રહ્યું છે આ સળગં રજાના પરિણામે અધિકારીઓ વિવિધ પ્રવાસના કાર્યક્રમોનુ આયોજન કરી દીધું છે.
આજે મહાવીર જયંતિની સરકારી રજાઓને કારણે આજથી જ સરકારી કચેરીઓમાં ૫ દિવસના મિનિ વેકેશન જેવો માહોલ જોવા મળશે. માત્ર એક રજા મૂકવાથી સરકારી કર્મચારીઓને સળગં પાંચ રજાનો લાભ મળશે.
રાયનું પાટનગર ગાંધીનગર હોવાથી અને અહીં સચિવાલય, ખાતાના વડાની કચેરીઓ, બોર્ડ નિગમ ઉપરાંત જિલ્લ ાકક્ષાની કચેરીઓ પણ આવેલી હોવાથી સરકારી કર્મચારીઓની સંખ્યા રાયના કોઇપણ શહેર કરતા વધારે છે. આથી સરકારી રજાના દિવસોમાં ગાંધીનગર પણ સુષુ અવસ્થામાં આવી જાય છે.
આ વખતે સ્કૂલોમાં પરીક્ષા વહેલી હોવાથી અને મોટાભાગની સ્કૂલોમાં બુધવારે પરીક્ષા પૂર્ણ થઇ ગઇ છે જેથી વેકેશનના માહોલમાં જ સરકારી કચેરીઓમાં મિનિ વેકેશન મળે તેવી સ્થિતિ છે. ગુવારે મહાવીર જયંતિની રજા છે. શુક્રવારે ચાલું દિવસ છે, શનિવાર–રવિવાર ઉપરાંત સોમવારે આંબેડકર જયંતિની રજા છે. જેથી શુક્રવારે એક જ દિવસપમની રજા મૂકવાથી કર્મચારીઓને પાંચ દિવસની સળગં રજાનો લાભ મળી શકે છે. જેને લઇને કર્મચારીઓ દ્રારા ફરવા જવા સહિતના આયોજન કરવામાં આવ્યા છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application