મિનિ લોકડાઉનનો અમલ શરૂ: ખુલ્લી દુકાનો પોલીસે બધં કરાવી

  • April 29, 2021 04:54 AM 

કોરોનાના વધતા જતા સંક્રમણને ધ્યાને લઈ રાય સરકાર દ્રારા આજથી મિનિ લોકડાઉન જાહેર કર્યું છે. પાંચ મે સુધી રાત્રી કરફયુ ઉપરાંત મિનિ લોકડાઉનની જાહેરાત કરાયા બાદ કડક નિયંત્રણો સાથે મિનિ લોકડાઉનનો અમલ કરાવવા માટે આજથી પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી દીધી છે. રાજકોટ શહેરમાં સવારથી શહેરના તમામ પોલીસ ડિવિઝનના સ્ટાફે લાઉડ સ્પીકર સાથે લોકોને મિનિ લોકડાઉનના અમલ અંગે જાગૃતતા આવે તે માટે પેટ્રોલિંગ કરીને જે જે વિસ્તારોમાં દુકાનો ખુલ્લી હતી તે બિનજરૂરી રીતે ખુલ્લી રાખેલી દુકાનો બધં કરાવવામાં આવી હતી.

 

 

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે આજથી મિનિ લોકડાઉનના અમલ અંગેનું જાહેરનામું પણ બહાર પાડયું છે અને તેનો કડક અમલ કરાવવા તમામ પોલીસ ડિવિઝનના પીઆઈને અને તેના સ્ટાફને સૂચના આપી છે. આજે સવારથી શહેરના યાજ્ઞિક રોડ, યુનિવર્સિટી રોડ, કાલાવડ રોડ, રૈયારોડ, ૧૫૦ ફટ રિંગરોડ ઉપરાંત શહેરના છેવાડાના વિસ્તાર કુવાડવા રોડ, નવાગામ તેમજ સોરઠિયાવાડી સર્કલ, ગુંદાવાડી, ભકિતનગર સર્કલ, ગોંડલ રોડ, ધર્મેન્દ્ર રોડ, સોનીબજાર, પરાબજાર, હોસ્પિટલ ચોક સહિતના વિસ્તારોમાં યાં યાં દુકાનો ખુલ્લી હતી તે દુકાનોને બધં કરાવવામાં આવી હતી.

 


પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જાહેરનામામાં જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ અને ખાધ સામગ્રી સિવાયની તમામ દુકાનોને મિનિ લોકડાઉનનો અમલ કરાવી બધં કરાવવા આદેશ આપી દીધો હતો. ખાસ કરીને શહેરમાં યાં વધુ ભીડ થાય છે તેવા ચાની દુકાન અને પાનના ગલ્લે લોકોની ભીડ ઓછી થાય તે માટે તેને સંપૂર્ણપણે બધં રાખવા આદેશ આપ્યો છે ત્યારે આજે સવારથી જ આવા વિસ્તારોમાં પોલીસે પેટ્રોલિંગ કરીને મિનિ લોકડાઉનની જાહેરાત થતાં દુકાન ખુલ્લી રાખનાર વેપારીઓને સમજાવી દુકાન બધં કરાવી હતી. આજે મિનિ લોકડાઉનના પ્રથમ દિવસે પોલીસે સમજાવટથી વેપારીઓને કે જેણે દુકાન બધં રાખવાની હોય છતાં નિયમનો ભગં કરી દુકાન ખુલ્લી રાખી હોય તેમને સમજાવ્યા હતા પરંતુ જો આગામી દિવસોમાં હજુ પણ વેપારીઓ નહીં સમજે તો પોલીસ કડક કાર્યવાહી કરશે તેમ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જણાવ્યું હતું. લોકોને કામ વગર ઘરની બહાર નહીં નીકળવા રાય સરકાર અને પોલીસ કમિશનરે સૂચના આપી છે. લોકોએ પણ પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખીને સરકારની ગાઈડલાઈનનો અમલ કરી બિનજરૂરી ઘરની બહાર નહીં નીકળવા તાકિદ કરી છે.

 

શહેરના મોટાભાગના વેપારીઓએ આ મિનિ લોકડાઉનને સમર્થન આપીને સ્વૈચ્છાએ જ છેલ્લા એકાદ સાહથી બધં રાખ્યું છે ત્યારે સરકારના આજથી અમલમાં આવેલા મિનિ લોકડાઉનનો પોલીસ કડક અમલ કરાવશે.

 

 

પોલીસ સ્ટેશનમાં પીએસઓ અને જરૂરી સ્ટાફ સિવાય તમામને ફિલ્ડમાં ઉતરી પડવા આદેશ


આજથી શહેરમાં આંશિક લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે ત્યારે આજે પોલીસ દ્રારા જાહેરનામાનો ભગં કરીને દુકાન ખુલ્લી રાખનાર વેપારીઓને ચેતવણી આપવામાં આવી હતી પરંતુ આવતીકાલથી જાહેરનામાનો કડક અમલ કરાવવા શહેર ભરની પોલીસને ફિલ્ડમાં નીકળી પડવા પોલીસ કમિશનરે આદેશ કર્યેા છે અને પોલીસ સ્ટેશનમાં માત્ર પીએસઓ અને જરૂરી કામ હોય તે સ્ટાફને જ હાજર રાખવામાં આવશે બાકી તમામ સ્ટાફ જાહેરનામાનો અમલ કરાવવા માટે ફિલ્ડમાં નીકળી જશે.

 

 

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે, આજે આંશિક લોકડાઉનના પ્રથમ દિવસે પોલીસે શહેરભરમાં અલગ અલગ સ્થળોએ ચેકિંગ કયુ હતું અને કેટલાક વિસ્તારોમાં વેપારીઓએ પોલીસની જાહેરાત છતાં દુકાનો ખુલ્લી રાખી હતી. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ સહિતના અધિકારીઓ જાતે આજે શહેરભરમાં ચેકિંગમાં નિકળયા હતાં ત્યારે કેટલાંક વેપારીઓએ દુકાનો ખુલ્લી રાખી હોય તેમને પ્રથમ દિવસે માત્ર ચેતવણી આપવામાં આવી છે અને આવતીકાલથી જે દુકાનો ખુલ્લી રાખશે તે વેપારીઓ વિરૂધ્ધ ગુનો દાખલ કરવામાં આવશે તેમ પોલીસ કમિશનરે જણાવ્યું હતું.

 

 


મિનિ લોકડાઉન પૂર્વે રાત્રી કરયુના ૧૧૯ સહિત જાહેરનામાભંગના વધુ ૧૫૩ કેસ
માસ્કના ૧૬,વાહનામાં નિયમ વિદ્ધ મુસાફરો બેસાડવાના ૯,સોશિયલ ડિસ્ટન્સના ૭ કેસ: હોમ કોરોન્ટાઇનના નિયમનો ભગં કરનાર બે સામે કાર્યવાહી

 

 


શહેરમાં કોરોના સંક્રમણને ફેલાતા અટકાવવા માટે તત્રં દ્રારા એક બાદ એક નિર્ણય લેવામાં આવી રહ્યા છે. તો બીજી તરફ ગઈકાલ રાય સરકાર દ્રારા મહત્વનો નિર્ણય લઈ મીની લોકડાઉન જેવા નિયમો અમલી બનાવવમાં આવ્યા છે.આ મીની ત્યારે આ મીની લોકડાઉનની અમલવારીની આગલી જ રાતે શહેર પોલીસે જાહેરનામાં ભંગના ૧૫૩ કેસ કર્યા છે. શહેર પોલીસે મંગળવાર રાત્રીના કયુ સમયે આટાફેરા કરનાર ૧૧૯ શખસો,માસ્કના ૧૬,સોશિયલ ડિસ્ટન્સના ૭ સહિત જાહેરનામા ભંગના કુલ ૧૫૩ કેસ કર્યા છે. આગામી દિવસોમાં પોલીસ દ્રારા નિયમોની કડક અમલવારી કરાવવામાં આવનાર હોઈ આ આંકડો હજુ પણ વધશે.

 


મંગળવાર રાત્રિના શહેર પોલીસ દ્રારા શહેરના અલગ–અલગ પોઇન્ટ પર ચેકિંગ દરમિયાન રાત્રિના અત્યતં જરી કામ ન હોવા છતાં ઘર બહાર નીકળી રાત્રિ કરયુ જાહેરનામાનો ભગં કરનારા ૧૧૯ શખસો સામે પોલીસે ગુનો નોંધ્યો છે. આ ઉપરાંત પોલીસ દ્રારા જાહેરમાં માસ્ક ન પહેરનારા ૧૬ સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે.

 

 

તેમજ ચા પાન સહિતની દુકાનોએ સોશિયલ ડિસ્ટન્સનું પાલન ન થતું હોય ૭ વેપારીઓ સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવી છે. આ ઉપરાંત વાહનોમાં ક્ષમતા કરતાં વધુ મુસાફરો બેસાડી સોશિયલ ડિસ્ટનસનો ભગં થાય તે રીતે પરિવહન કરનાર ૯ વાહનચાલકો સામે કેસ કરવામાં આવ્યા છે. તત્રં દ્રારા ૧૪ દિવસ માટે હોમ કોરોન્ટાઇન કરવામાં આવ્યા હોવાછતાં તેના નિયમોનું પાલન ન કરી ઘર બહાર આંટા ફેરા કરનાર બે શખસો સામે પોલીસે કેસ કર્યા છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS