અમદાવાદ–ચોટીલા હાઇ–વે પર મોડી રાત્રે ૨૦ મુસાફરો સાથે મિનિ બસે પલટી મારી

  • June 19, 2021 11:35 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

એક વૃધ્ધ સહિત છ ઇજાગ્રસ્તોને રાજકોટ સિવિલ હોસ્પિટલ સારવાર માટે ખસેડાયા



સુરેન્દ્રનગર મોડી રાત્રે અમદાવાદ હાઈવે પર ચોટીલા પાસે ગંભીર બસ પલટી મારતા ગોઝારો અકસ્માત સર્જાયો હતો. ખાનગી ટ્રાવેલ્સની આ બસ હોવાનું તેમજ બસમાં એક જ પરિવારના ૧૬ સભ્યો સહિત ૨૦ જેટલા મુસાફરો મુસાફરી કરી રહ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું. બસમાં અમદાવાદથી વૈષ્ણવ  વણિક પરિવાર દ્રારકા – દર્શનાથે જતો હતો તે સમયે ચોટીલા પાસે હાઇવે પર એક અજાણ્યો શખ્સ રસ્તા વચ્ચે આવી ગયો હતો. તે સમયે રસ્તા પર આવી ચડેલા અજાણ્યા શખ્સને બચાવવા જતાં ડ્રાઈવરે બસ પર કાબૂ ગુમાવતા મીની પેસેન્જર બસ પલટી મારી ગઈ હતી. હાઇવે વચ્ચે મીની પેસેન્જર બસ પલટી મારી જતા રોડ બ્લોક થયો હતો, તેથી જેસીબી દ્રારા બસને ખસેડવામાં આવી હતી.

 


આ અંગે વધુમાં પ્રા માહીતી મુજબ આજે મોડી રાત્રે અમદાવાદ થી અંબિકા ટ્રાવેલ્સની મીની પેસેન્જર બસમાં શાહ – દોશી પરિવારના પરિવારના ૧૬ સભ્યો સહિત ૨૦ જેટલા લોકો પ્રવાસ કરી રહ્યા હતા ત્યારે બસ પલટી મારતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અમદાવાદથી વૈષ્ણવ  વણિક પરિવાર દ્રારકા દર્શનાર્થે જતો હતો તે સમયે રસ્તા પર આવી ચડેલા અજાણ્યા શખ્સને બચાવવા જતાં ડ્રાઈવરે બસ પર કાબૂ ગુમાવતા, મીની પેસેન્જર બસ પલટી મારી ગઈ હતી. આ વ્યકિત રોડ ક્રોસ કરી રહ્યો હોવાનું પ્રાથમિક અનુમાન છે. અમદાવાદના પરિવારમાંથી ૬ ઇજાગ્રસ્ત લોકોને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.આ ઘાયેલોના નામ ઉષાબેન દોશી (ઉ.વ.૭૦), સમર્થ શાહ, અંકિતા દર્શનભાઈ, રેખાબેન શાહ, સાહિલ દોશી, અને એક અજાણી વ્યકિતને રાજકોટ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

 

 

આ ઉપરાંત ચોટીલા હોસ્પિટલમાં હિતેનકુમાર દોશી, જયેશભાઈ પરમાર, વિરમભાઇ શાહ, સંકેત જોશી નામના ઇજાગ્રસ્ત લોકો સારવાર લઈ રહ્યા છે.આ અકસ્માતની ઘટના કઇ રીતે સર્જાઈ તે અંગે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે તેમજ પૂછપરછ કરી અને વધારે માહિતી મેળવવાની કોશિશ કરવામાં આવી રહી છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS