દૂધ અને ઘીનું સાથે સેવન કરવાથી દુર થાય છે માથાથી પગ સુધીની અનેક સમસ્યાઓ

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દુધ અને ઘીને પૌષ્ટિક અને ગુણવતા સભર ગણવામાં આવે છે. દૂધમાં ઘી ભેળવવાની પ્રથા ખૂબ જ જૂની છે.દૂધમાં ઘી ભેળવીને પીવાથી ઘણી શારીરિક સમસ્યાઓ દુર થાય છે.તેમજ તેના ફાયદા જાણીને તમે પણ આશ્ચર્યચકિત થાય જશો. ખાસ કરીને તે લોકો જે મોટે ભાગે સાંધાનો દુખાવો અને પેટની પીડાથી પરેશાન હોઈ કે તેના માટે ઘી અકસીર ઈલાજ છે.ગાયનું ઘી એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ફંગલ ગુણથી ભરપુર હોઈ છે.તો આવો જાણીએ લઈએ દૂધ અને ઘીના ફાયદાઓ 

દૂધ સાથે ઘીનું સેવન કરવાથી શારીરિક શક્તિ મળે છે
જો શરીરમાં ઘરના નાના નાના કાર્યો કર્યા પછી નબળાઇ અનુભવાતી હોઈ,  દૂધમાં ઘી  ઉમેરીને પીવાથી શરીરની નબળાઈ દુર થાય છે.અને શરીરનો થાક પણ ઉતરી જાય છે.

 

દૂધની સાથે ઘીનું સેવન કરવાથી પાચન પ્રક્રિયાને વધુ સારી બને છે.
દૂધમાં ગાયનું ઘી પીવાથી પાચન શક્તિ મજબૂત બને છે. તેના સેવનથી,પેટની કબજિયાતની સમસ્યા પણ દુર થાય છે . તેમજ તેના સેવનથી પેટમાં એસિડિટીની સમસ્યા પણ દૂર થાય છે.

 

સાંધાનો દુખાવો મટાડવામાં ઉપયોગી થાય છે.
જે લોકોને હંમેશાં સાંધાના  દુખાવાની સમસ્યા રહેતી હોઈ છે તેમણે દૂધમાં ઘી મિક્સ કરીને ખાવાથી શરીરના હાડકાં અને શરીરની માંસપેશીઓ મજબૂત થાય છે. જો તમે રોજ દૂધમાં ઘી મિક્સ તેનું સેવન કરો છો. તો શિયાળાની ઋતુમાં થતા સાંધાના દુખાવામાં ઘણી રાહત થઈ શકે છે.

 

માનસિક થાક ઘટે છે.
શરીરમાં ઘણાં એન્ટી ઓંક્સિડેન્ટ તત્વો હોવાને કારણે શરીરમમાં ઘણી વખત હળવાશ અનુભવાય છે, જે માનસિક થાકને પણ દૂર કરે છે. માટે દરરોજ દૂધ સાથે ઘીનું સેવન કરવાથી  કેન્સર થવાની સંભાવના ઓછી થઇ જાય છે.

 

ત્વચાનો નિખાર વધશે.
 દૂધમાં ઘી મિક્સ કરીને તેનું સેવન કરવાથી ત્વચાની ઘણી સમસ્યાઓ દુર થાય છે.જે વૃદ્ધાવસ્થામાં પણ યુવાનો જેવી ત્વચા જાળવી રાખવામાં ઘણું મદદ રૂપ થાય છે.આનું નિયમિત સેવન કરવાથી ત્વચાની કરચલીઓ અને ફોડલીઓ દુર થાય છે આ ઉપરાંત નિયમિતપણે ગાયનું દૂધ અને ગાયના ઘીનું સેવન કરવાથી ઘણા બધા શારીરિક લાભ થશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS