મોડી રાત્રે રસ્તા વચ્ચે બંધ પડી મિકા સિંહની કાર, વરસતા વરસાદમાં મદદે આવ્યા 200 ફેન્સ!

  • July 19, 2021 11:35 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બોલિવુડના પોપ્યુલર સિંગર્સ પૈકીના એક મિકા સિંહનું ફેન ફોલોઈંગ જબરદસ્ત છે. આ વાતનો પુરાવો હાલ વાયરલ થઈ રહેલો વિડીયો આપે છે. રાત્રે 3 વાગ્યાની આસપાસ મિકા સિંહની ગાડી રસ્તા પર ખરાબ થઈ ગઈ. મિકા સિંહની SUV વરસતા વરસાદમાં બંધ પડી ગઈ ત્યારે મોટી સંખ્યામાં ફેન્સ તેની મદદ કરવા માટે આવી પહોંચ્યા હતા.


 

બોલિવુડ ફોટોગ્રાફર વિરલ ભાયાણીએ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર વિડીયો શેર કર્યો છે. જેમાં અડધી રાત્રે રસ્તામાં કાર ખરાબ થઈ જતાં મિકા સિંહ અંદર બેઠેલો જોવા મળે છે. લોકોને ખબર પડી કે મિકા સિંહની કાર બગડી છે ત્યારે તેઓ તેને મદદ કરવા માટે પહોંચ્યા હતા. વિડીયોમાં જોઈ શકો છો કે, વરસતા વરસાદમાં પણ મોટી સંખ્યામાં લોકો સિંગરને મદદ કરવા પહોંચ્યા હતા. મદદ માટે મોટી સંખ્યામાં લોકોને આવેલા જોઈને મિકા પણ ગદગદ થયો હતો અને તેણે દિલથી સૌનો આભાર માન્યો હતો. વિડીયોમાં મિકા કહે છે, 'અમારી ગાડી ખરાબ થઈ છે અને જુઓ કેટલા લોકો મદદ કરવા આવ્યા છે. ઓછામાં ઓછા 200 લોકો મદદ માટે આવી ગયા છે.'


 

બાદમાં મિકા સૌ માટે તાળીઓ પાડે છે અને પછી ત્યાંથી નીકળી જાય છે. ઉલ્લેખનીય છે કે, મહાનારી દરમિયાન 10 મહિના સુધી કામ ન મળતા મિકા સિંહ ઘરે બેઠો હતો. જોકે, સિંગરના કહેવા અનુસાર, બાળપણથી જ તેને આદત હતી કે, કમાણીમાંથી 10% રકમ બચત માટે અલગ મૂકી દેવી અને આ જ કારણે તે આ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ શક્યો. એટલું જ નહીં મહામારી દરમિયાન મિકા સિંહએ જરૂરિયાતમંદોની પણ મદદ કરી છે.


 

અગાઉ મિકાએ જણાવ્યું હતું, "ગત વર્ષે પહેલી લહેર આવી ત્યારે બધું જ થંભી ગયું હતું અને અનેક લોકોની આર્થિક હાલત કફોડી બની હતી. એવામાં મેં તેમની મદદ કરવાનું નક્કી કર્યું. હું તેમને ભૂખથી મરતાં નહોતો જોઈ શકતો. દિલ્હીના બહારના ભાગમાં મારું ફાર્મહાઉસ આવેલું છે અને હું એ વખતે ત્યાં હતો, ત્યારે અમે ત્યાં લંગર સેવા શરૂ કરવાનું નક્કી કર્યું હતું. હું આખું વર્ષ દિલ્હીમાં હતો. ધીમે-ધીમે અમે લંગર સેવા વિસ્તારી અને હવે મુંબઈ સહિત અન્ય ભાગમાં પણ શરૂ કરી છે. ઘણાં એક્ટર્સ અમને આ કામમાં મદદ કરી રહ્યા છે."


 

થોડા દિવસ પહેલા જ મિકા સિંહ કમાલ આર. ખાન સાથેની તૂતૂ-મેંમેંના કારણે ચર્ચામાં હતો. હકીકતે કમાલ આર. ખાન (KRK)ના સલમાન ખાન સામેના આપત્તિજનક નિવેદનો બાદ મિકાએ સલમાનનો પક્ષ લઈ KRKની ટીકા કરી હતી. ત્યારે જ આ આખો વિવાદ ચર્ચાનો વિષય બન્યો હતો.


 

જણાવી દઈએ કે, મિકા સિંહે સિંગર રાહુલ વૈદ્ય અને દિશા પરમારની સંગીત સેરેમનીમાં હાજરી આપી હતી. અહીં મિકાએ કેટલાક સોન્ગ પર પર્ફોર્મન્સ આપ્યું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS