મહારાષ્ટ્રમાં લોકડાઉન અને કામ-ધંધામાં મંદીના ડરથી પ્રવાસી મજૂરોની હિજરત

  • April 05, 2021 08:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મહારાષ્ટ્રમાં વિકેન્ડ લોકડાઉન અને કડક પ્રતિબંધોથી પ્રવાસી મજૂરોમાં ડર પ્રસરી ચૂક્યો છે: મોટાભાગા પ્રવાસી મજૂરો યુપી અને બિહારના હોવાનો અંદાજો

 દેશમાં કોરોના સંક્રમણની બીજી લહેર પ્રસરતાં પ્રવાસી મજૂરોને લોકડાઉન જેવી ગંભીર પરિસ્થિતિનો ડર સતાવી રહ્યો છે. સૌથી વધુ પ્રભાવિત મહારાષ્ટ્રમાં સરકાર સતત પ્રતિબંધો લાદી રહી છે જેને જોતાં અહીંના પ્રવાસી મજૂરોને લાગે છે કે રાજ્યમાં ટૂંક સમયમાં જ લોકડાઉન લાગુ કરી દેવાશે. ગત વર્ષે પણ લોકડાઉન લાગુ કરાયા બાદ લાખોની સંખ્યામાં ફસાયેલા પ્રવાસી મજૂરો હજારો કિલોમીટર ચાલતાં જ વતન જવા નીકળી પડ્યા હતા. પરંતુ મહારાષ્ટ્રની હાલની સ્થિતિને જોતાં અહીંના પ્રવાસી મજૂરો હવે વતન તરફ જવા માટે નીકળવા લાગ્યા છે.

 


મહારાષ્ટ્રમાં કોરોનાના વધતા પ્રકોપ્ને લીધે ચિંતાનું વાતાવરણ ઉભુ થયું છે, અહીં વિકેન્ડ લોકડાઉન લાગુ કરી દેવામાં આવ્યું છે. આ સિવાય પણ કડક પ્રતિબંધોથી ડરેલા પ્રવાસી મજૂરોમાં લોકડાઉનનો ડર ઘર કરી ગયો છે.

 


હાલની પરિસ્થિતિમાં મહારાષ્ટ્રથી પરત ફરી રહેલા પ્રવાસી મજૂરોનું કહેવુ છે કે, ગત લોકડાઉનમાં અમારા પૈસા ખતમ થયા હતા, પરિવાર ચિંતામાં ડૂબી ગયા હતા અને અમારા કામ ધંધા પણ પ્રભાવિત થયા હતા. જેથી અહીં લોકડાઉન આવે એ પહેલા ઘરે પરત ફરવુ યોગ્ય રહેશે.

 


દેશની આર્થિક રાજધાની અને મહારાષ્ટ્રનું મુખ્ય શહેર મુંબઇ હાલમાં કોરોનાની ઝપેટમાં છે. એવામાં ગંભીર પરિસ્થિતિઓને જોતાં અહીંના લોકમાન્ય તિલક ટર્મિનલ પર, જ્યાંથી યુપી અને બિહારની સૌથી વધુ ટ્રેનો મળે છે, ત્યાં મોટા પ્રમાણમાં પ્રવાસી મજૂરોના ટોળા ભેગા થઇ રહ્યા છે. અહીં મોટી સંખ્યામાં પ્રવાસી મજૂરો સરસામાન સાથે આવી રહ્યા છે.

 


બીજી તરફ કોરોના પર કાબૂ મેળવવા માટે મહારાષ્ટ્ર સરકારે અહીં ટેસ્ટિંગ, ટ્રેસિંગ પર જોર આપી રહી છે. એરપોર્ટ પર આવતા લોકોની તપાસ કરવામાં આવી રહી છે. રાજ્ય સરકાર બનતા તમામ પ્રતિબંધોને લાદી તેના કડક પાલન પર સતત ધ્યાન દોરી રહી છે. એવામાં પ્રવાસી મજૂરોનું મહારાષ્ટ્રમાંથી વતન તરફ વળવુ પણ સંક્રમણના ફેલાવાનું કારણ બની શકે એમ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS