માઈકલ ક્લાર્કએ છૂટાછેડા માટે પત્નીને આપવા પડશે આટલા કરોડ

  • February 14, 2020 01:07 PM 34 views

ઓસ્ટ્રેલિયાની ટીમને વર્લ્ડ ચેમ્પિયન બનાવનાર પૂર્વ ઓસ્ટ્રેલિયન કેપ્ટન માઇકલ ક્લાર્ક તેની પત્નીથી અલગ થયો છે.  માઇકલ ક્લાર્કે તેની પત્ની કેલીથી છૂટાછેડા લીધા છે. માઇકલ ક્લાર્કએ 7 વર્ષ પહેલા લગ્ન કર્યા હતા અને તેમની એક પુત્રી પણ છે.  માઇકલ ક્લાર્કના અંગત જીવનમાં સમસ્યાઓ ચાલતી હોવાથી તેની પત્નીથી તે છેલ્લા 5 મહિનાથી અલગ રહેતો હતો. 

 

આ અંગે જાણકારી આપતાં માઇકલ ક્લાર્કે કહ્યું હતું કે, આ મુશ્કેલ નિર્ણય છે પરંતુ અમે છુટા પડ્યા છીએ. આ સાથે જ ઓસ્ટ્રેલિયન મીડિયામાં એવી ચર્ચાઓ પણ છે કે આ છૂટાછેડા માટે તે તેની પત્નીને 4 કરોડ ડોલર ચુકવશે. છૂટાછેડા બાદ દીકરીની કસ્ટડી કેલી લેશે. ચર્ચાઓ છે આ છૂટાછેડાનું કારણ માઈકલના અન્ય યુવતી સાથેના સંબંધો છે.