૭મી સપ્ટેમ્બરથી અમદાવાદમાં મેટ્રોરેલ શરૂ થશે, સાવચેતી રાખવી પડશે

  • September 07, 2020 10:43 AM 503 views

 

  • એક વર્ષથી મેટ્રોનો ટ્રેક વધ્યો નથી, પહેલા ચાલુ હતી ત્યાં ફરી શરૂ કરાશે, કોવિડના નિયમોનું પાલન કરવું ફરજીયાત રહેશે


ગુજરાતમા મેટ્રોરેલનો ટ્રેક છેલ્લા એક વર્ષથી વધ્યો નથી તેમ છતાં પહેલાં ચાલતી હતી તે ટ્રેક પર મેટ્રોરેલ ૭મી સપ્ટેમ્બરથી શ કરવામાં આવશે. અનલોક–૪ની ગાઇડલાઇન પ્રમાણે મેટ્રોરેલ દોડશે. એસટી નિગમની બસો પછી હવે મેટ્રોરેલ શરૂ થઇ રહી છે પરંતુ તેમાં આરોગ્યની સાવચેતીના પગલાં લેવામાં આવનાર છે.


મેટ્રોરેલ કોર્પેારેશનને અમદાવાદના જે વિસ્તારમાં મેટ્રોરેલ શરૂ કરી તે વિસ્તારમાં પાંચ મહિના પછી ફરીથી મેટ્રોરેલ શરૂ કરાશે. ૭ અને ૮ સપ્ટેમ્બરે સવારે ૧૧ થી ૧૨:૧૦ કલાક સુધી અને સાંજે ૪:૨૫ થી ૫:૧૦ કલાક સુધી ટ્રેન સેવા ચાલશે. મુસાફરો માટે કોવિડ નિયમો, માસ્ક અને સામાજિક અંતરના ધોરણોનું પાલન કરે છે કે કેમ તેની તપાસ કરી જરી સુધારાત્મક પગલાં લેવામાં આવશે.


બીજા તબક્કામાં ૯ થી ૧૨ સપ્ટેમ્બરે સવારે ૧૧ થી સાંજે ૫ કલાક સુધી ટ્રેન સેવા કાર્યરત રહેશે. નીટ પરીક્ષાના દિવસે ભારત સરકારના શહેરી વિકાસ મંત્રાલયને મળેલી ભલામણ અનુસાર ૧૩ સપ્ટેમ્બરે મેટ્રો ટ્રેન સેવાઓ સવારે ૭થી સાંજે ૭ સુધી કાર્યરત રહેશે. ૧૪મી સપ્ટેમ્બર પછી કોરોના સમય પૂર્વે જે ટ્રેક પર મેટ્રો દોડતી હતી તે ટ્રેક પર સવારે ૧૧ થી સાંજે ૫.૧૦ સુધી કાર્યરત રહેશે.


મેટ્રોમાં મુસાફરી કરવા માગતા તમામ મુસાફરોનું થર્મલ સ્કેનિંગ કરવામાં આવશે. માસ્ક અને ફેસ કવર વિનાના મુસાફરોને ગુજરાત સરકારના નિયમ અનુસાર દડં કરવામાં આવશે. મુસાફરો માટે મેટ્રો સ્ટેશન પર પગથી સંચાલિત સેનેટાઈઝર ઉપલબ્ધ રહેશે. મુસાફરોને સેનેટાઈઝ કરેલા ટોકન આપવામાં આવશે. દરેક મુસાફરો એ આરોગ્યસેતુ એપનો ઉપયોગ કરવો ઇચ્છનીય છે જેથી નજીકની સંક્રમિત વ્યકિત અંગે તુરતં જ જાણકારી મળી શકે. દરેક મુસાફરી બાદ ટ્રેનને સેનેટાઈઝ કરવામાં આવશે


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application