મેટ્રો પાર્ક-2નું શૂટિંગ થયું શરું, ફરીથી લોકોને હસાવશે આ ગુજરાતી પરીવાર

  • October 28, 2020 02:21 AM 1167 views

ભારતીયોને તેમની વિશિષ્ટ લાક્ષણિકતાઓ અને ગુણ અન્યથી અલગ પાડે છે. આ જ વાતને હળવી શૈલીમાં દર્શાવતી સીરીઝ છે ઈરોસ નાવની 'મેટ્રો પાર્ક'. જેમાં ભારતીય દેશી ગુજરાતી પરિવારના જીવનમાં બનતી ઘટનાઓને દર્શાવવામાં આવી હતી. મેટ્રો પોર્કની મજા પહેલી સીઝનમાં દર્શકોએ મનભરીને માણી હતી હવે ફરી વાર મેટ્રો પાર્ક પ્રેક્ષકોને મનોરંજન પુરું પાડવા આવી રહ્યું છે.  
 

મેટ્રો પાર્ક 1ની સફળતા બાદ રણવીર શૈરી, પિતોબાશ, પૂર્વી જોશી અને વેગા તમોટિયાએ સીઝન-2નું શૂટિંગ શરુ કર્યું છે. આ શોની વાર્તા ન્યુજર્સીમાં વસેલા એક ગુજરાતી પરીવાર પર આધારિત છે. આ પરિવાર સાથે બનતી વિચિત્ર ઘટનાઓની આસપાસ આ વાર્તા ફરે છે. હવે આ જ પાત્રો ફરી એકવાર સીઝન 2 લઈને આવી રહ્યા છે. 


મેટ્રો પાર્ક 2 અજયન વેણુગોપાલે લખી છે અને તેણે જ નિર્દેશિત કરી છે. આ સીઝનનું શૂટિંગ કોરોના માટે જાહેર કરેલી માર્ગદર્શિકાઓને ધ્યાનમાં રાખીને શરુ કરવામાં આવ્યું છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application