મેટા લાવશે ધમાકેદાર ફીચર્સ, થ્રેડ્સ પર પણ ટ્વિટર જેવી મળશે આ તમામ સુવિધાઓ

  • July 11, 2023 11:20 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અત્યાર સુધીમાં કરોડો લોકોએ થ્રેડ્સ એપ ડાઉનલોડ કરી છે.પરંતુ થ્રેડ્સ એપ ડાઉનલોડ કર્યા બાદ ઇન્સ્ટાગ્રામ સાથે કનેક્ટ થાય બાદ થ્રેડ્સ એપમાં કઈ પણ ફેરફાર કરતા ઇન્સ્ટાગ્રામમાં પણ ફેરફાર થાય છે. ટ્વિટર પર ઘણી પબંધિઓ આવી ગઈ છે.જેને ટક્કર આપવા માટે મેટા હવે આ એપમાં ટ્વિટર જેવી તમામ સુધિઓ આપવામાં આવશે. જેમ કે પોસ્ટ એડિટ કરવી, હેશટેગ્સ, એડિટ બટન, ટ્રેન્ડિંગ પેજ વગેરે સુવિધાઓ જલ્દી જ આપવામાં આવશે.


ઇન્સ્ટાગ્રામની થ્રેડ્સ એપ્લિકેશન પર કેટલીક સુવિધાઓ હજી ઉપલબ્ધ નથી. મેટા એવા ફીચર્સ લાવશે જે ટ્વિટર જેવો અનુભવ આપશે. નવા ફીચર્સનો અનુભવ કરવા માટે તેનું બીટા વર્ઝન પણ બહાર પાડવામાં આવ્યું છે.


ઇન્સ્ટાગ્રામનું નવું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ થ્રેડ્સ કેટલાક નવા ફીચર્સ લાવવાની તૈયારી કરી રહ્યું છે. ખૂબ જ ટૂંક સમયમાં યુઝર્સને ટ્વિટરમાં મળતા હેશટેગ્સ, એડિટ બટન, ટ્રેન્ડિંગ પેજ જેવી ઘણી શાનદાર સુવિધાઓનો આનંદ લેવા મળશે. ઇન્સ્ટાગ્રામ હેડ એડમ મોસેરીએ એક પોસ્ટ દ્વારા પુષ્ટિ કરી છે કે થ્રેડ્સના નવા ફીચર્સ બહાર પાડવામાં આવશે. તમને જણાવી દઈએ કે મેટાએ ટ્વિટર સાથે સ્પર્ધા કરવા માટે તાજેતરમાં આ એપ્લિકેશન લોન્ચ કરી છે. નવી એપ પર યુઝર્સની સંખ્યા ઝડપથી વધી રહી છે.


થ્રેડ્સ ડાઉનલોડ સ્પીડે અગાઉના ઘણા રેકોર્ડ તોડી નાખ્યા છે. એક અઠવાડિયાની અંદર તે 100 મિલિયન ડાઉનલોડના આંકડાને સ્પર્શી ગયું છે. તેની ધનસુ એન્ટ્રીએ ટ્વિટર માટે ખતરાની ઘંટડી વગાડી છે. જો કે, ઇન્સ્ટાગ્રામની એપમાં હજુ પણ એવા ઘણા ફીચર્સ નથી કે જે ટ્વિટરમાં જોવા મળે છે. હવે Meta તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખૂબ જ ટૂંક સમયમાં આ સુવિધાઓ ઉમેરશે.


ટૂંક સમયમાં ટ્વિટર જેવી સુવિધાઓ થ્રેડ્સ પર ઉપલબ્ધ થશે. મેટા તે સુવિધાઓ પણ મફતમાં આપવાનું વિચારી રહી છે. જેના માટે ટ્વિટર વપરાશકર્તાઓએ પૈસા ખર્ચવા પડશે. વાસ્તવમાં, ટ્વિટરના માલિક એલોન મસ્ક માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મનું પેઇડ વર્ઝન લાવ્યા છે.


થ્રેડ્સ એપની સુવિધાઓ


ટ્વિટર જેવું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ હેશટેગ વિના ભાગ્યે જ જીવી શકે છે.તેથી જ હેશટેગ્સનો અનુભવ થ્રેડમાં પણ ઉપલબ્ધ રહેશે.જો કોઈ વપરાશકર્તા પાસે થ્રેડ્સ પર એક કરતાં વધુ એકાઉન્ટ હોય, તો તેઓ સરળતાથી સ્વિચ કરી શકશે.ટ્રેન્ડિંગનો એક અલગ વિભાગ મળી શકે છે. આમાં, રિયલ ટાઈમમાં ટોચના વિષયોને લગતી પોસ્ટ્સ હશે.ટ્વિટરની જેમ થ્રેડ્સ યુઝર્સને પણ મેસેજ એડિટ કરવાનો વિકલ્પ મળશે.ભલામણોને બદલે, તમે ફૉલો કરો છો તે લોકોની પોસ્ટ જ તમને દેખાશે.જો તમે પોસ્ટ કરેલા મેસેજમાં થોડો ફેરફાર કરવા માંગો છો, તો તમને ટ્વિટર જેવું એડિટ બટન મળશે.


સારી સર્ચ સિસ્ટમ મળશે.એક ભાષામાંથી બીજી ભાષામાં અનુવાદ માટે સંકલિત અનુવાદક સુવિધા ઉપલબ્ધ થશે.ઇન્સ્ટાગ્રામની થ્રેડ્સ એપનું બીટા વર્ઝન પણ બહાર પાડવામાં આવ્યું છે. જો કોઈ યુઝર નવા ફીચર્સનો ઉપયોગ કરવા ઈચ્છે છે, તો તે બીટા વર્ઝન ઈન્સ્ટોલ કરી શકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application