આ હતો બોલીવુડની પ્રસિદ્ધ ગુરુ શિષ્યાની જોડીનો યાદગાર અને ભાવસભર સંવાદ

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બોલીવુડના ફેમસ કોરિયોગ્રાફર સરોજ ખાનનું તાજેતરમાં નિધન થયું છે, ગઈકાલ  ગુરુપૂર્ણિમાની સમગ્ર દેશમાં ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે સરોજ ખાનની તેમની શિષ્યા માધુરી સાથેનો "ડાન્સ દીવાને" ટેલીવિઝન શોનો એક ભાવસભર સંવાદ યાદ કરીએ.

 

સરોજ ખાન : "મને એક ગુરુ તરીકે ઓળખ માધુરીએ અપાવી, એમ કહો કે માધુરી મારા બધા સ્ટેપને સમજી જતી હતી. જેના કારણે મારી ઓળખ લોકોમાં થઇ. એમ કહો કે માધુરીએ  મને ઉડવા માટે પાંખો આપી હતી. મારી ઓળખ તો તેના કારણે થઈ છે, ખબર નહીં કે માધુરીની ઓળખ મારા કારણે થઈ છે કે કેમ ?"

 

માધુરી દીક્ષિત : "ચોક્કસ મારી ઓળખ પણ તેમના કારણે જ થઈ છે, સરોજજી સાથે ઘણા વર્ષો સુધી કામ કર્યા પછી બીજા કોરિયોગ્રાફર સાથે કામ કર્યું ત્યારે હું એવું વિચારતી હતી કે સરોજજી હોત તો આ સ્ટેપ કઈ રીતે કરત ? સરોજજી પાસેથી હું ડાન્સના સાચા સ્ટેપ શીખી છું, શરીરને નચાવવાનું તો ઘણા બધા કોરિયોગ્રાફર શીખવે છે, પણ  આ ભાગને નચાવતા ( એક્શન સાથે ચહેરા અને ગરદનની વચ્ચે હાથ રાખીને) હું તેમની પાસેથી જ શીખી છું." 
 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS