મેલાનિયા ટ્રમ્પ્નો ખુલાસો, ‘નાના દીકરા બેરનને પણ થયો હતો કોરોના’

  • October 28, 2020 02:04 AM 501 views

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ્ના પત્ની મેલાનિયા ટ્રમ્પે જણાવ્યું કે, તેમના 14 વર્ષના દીકરા બેરનને પણ કોરોના થયો હતો. પરંતુ બાદમાં તેની રિપોર્ટ નેગેટિવ આવી ગઈ. વ્હાઈટ હાઉસ તરફથી શરૂઆતની જાણકારીમાં કેહવાયું હતું કે, બેરનની રિપોર્ટ નેગેટિવ હતી. હકીકતમાં આ મહિનાની શરૂઆતમાં બેરનના પિતા અને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને મેલાનિયા ટ્રમ્પ કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા. ફર્સ્ટ લડીએ બુધવારે કહ્યું કે, બેરનમાં પણ કોરોનાના લક્ષણો હતો. જોકે તેની રિપોર્ટ નેગેટિવ આવી.


મેલાનિયા અને રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ 1લી ઓક્ટોબરે કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા. આ બાદ મેલાનિયાએ લખ્યું કે, સ્વભાવિક રીતે મારા મનમાં તરત જ દીકરા માટે ચિંતા પેદા થઈ. ટેસ્ટ બાદ તેની રિપોર્ટ નેગેટિવ આવી અને બાદમાં રાહત મળી. જોકે તેઓ આગામી દિવસો વિશે વિચારી રહ્યા છે. સોશિયલ મીડિયા પર એક ભાવુક પત્ર લખતા તેઓ કહે છે, મારો ડર ત્યારે સાચો સાબિત થયો જ્યારે તેનો ફરીથી ટેસ્ટ કરાવાયો અને તે પોઝિટિવ આવ્યો.’ તેઓ કહે છે, બેરન એક હિંમતવાન છોકરો છે, જેમાં કોરોનાથી સંબંધિત કોઈ લક્ષણો દેખાઈ નથી રહ્યા.


મેલાનિયા જણાવે છે કે, આ દરમિયાન અમે ત્રણેય ખુશી અનુભવી રહ્યા હતા, કારણ કે તે સમયે અમે બધા એકબીજાનું ધ્યાન રાખી રહ્યા હતા. આટલું જ નહીં, અમે એકબીજા સાથે સમય પસાર કર્યો. તેઓ કહે છે, આ બાદ તેમના દીકરાની રિપોર્ટ નેગેટિવ આવી. ફર્સ્ટ લેડીએ પોતાના દીકરા સંબંધિત રિપોર્ટને ગોપ્નીયતા બનાવી રાખી હતી. જોકે તેમણે બેરનની પોઝિટિવ રિપોર્ટ સાર્વજનિક કેમ નહોતી કરી તે પાછળનું કોઈ કારણ જણાવ્યું નથી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application