મેલાનીયાએ જમ્પસ્યૂટ સાથે બાંધેલા આ લીલા રંગના પટ્ટાનું ભારત સાથે છે કનેકશન   

  • February 25, 2020 04:50 PM 2209 views

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તેમના પત્ની ભારતની મુલાકાતે છે. આ મુલાકાત દરમિયાન મેલાનિયાના સ્ટાઇલ સ્ટેટમેન્ટની ખૂબ ચર્ચા થઈ રહી છે. ભારત પ્રવાસના પહેલા દિવસે રાષ્ટ્રપતિ ટ્રમ્પની પત્ની મેલાનીયાએ સફેદ રંગના જમ્પસ્યુટ પહેર્યો હતો. આ સ્યૂટ સાથે તેણે કમર પર એક ગ્રીન રંગનો પટ્ટો બાંધ્યો હતો. ચોક્કસપણે આ પટ્ટો તેના ડ્રેસને આકર્ષક બનાવતો હતો, પરંતુ આ પટ્ટા સાથે ભારતનું ખાસ કનેકશન હોવાથી મેલાનિયા માટે તેને ડિઝાઈન કરવામાં આવ્યો હતો. 


ઉલ્લેખનીય છે કે મેલાનીયાની સફેદ જમ્પસૂટને હેર્વે પિયરે નામના એક પ્રખ્યાત અમેરિકન ફેશન ડિઝાઇનરએ તૈયાર કર્યો છે. ડિઝાઇનરએ આ પટ્ટાની વિશેષતા વિશે માહિતી શેર કરી છે. તેણે જણાવ્યાનુસાર આ પટ્ટો બ્રોકેટ ફેબ્રિકથી બનેલો છે. આ કમરપટ્ટો ભારતીય પરીધાનનો એક ભાગ છે, જે 20 મી સદીમાં ખૂબ જ પ્રખ્યાત હતો.


જો કે મેલાનિયા માટે તૈયાર કરેલા આ લીલા રંગના પટ્ટાને સિલ્કના કપડા પર રેશમના દોરાથી સજાવવામાં આવ્યો હતો. જેની બોર્ડર પર ખાસ વર્ક કરવામાં આવ્યું હતું. જેમાં મુગલકાલીન શૈલીની ઝલક દેખાતી હતી. આ વર્ક ગોલ્ડન તારથી કરવામાં આવ્યું હતું.  


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application