અષાઢી બીજની અગાઉની રાતે જિલ્લામાં મેઘસવારી

  • July 12, 2021 09:59 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભાવનગર ઉમરાળા વલ્લભીપુર અને પાલિતણામાં અંદાજે અડધો ઇંચ વરસાદ 

 

 

અષાઢી બીજની આગલી રાત્રે ભગવાન જગન્નાથજીની રથયાત્રાના માર્ગને ભીના કરવા મેઘરાજાનું આગમન થયું હતું . ભાવનગર શહેરમાં રાત્રી દરમિયાન ૧૨ મીમી એટલે કે અડધો ઇંચ વરસાદ પડ્યો હતો. ઉમરાળા વલ્લભીપુર અને પાલીતાણામાં પણ આ જ સ્થિતિ છે. અન્યત્ર ઝાપટા પડ્યા છે.

 

 

ભાવનગર શહેરમાં ગઈકાલ રાત્રે આઠ વાગ્યાથી આજે સવારે છ વાગ્યા સુધીમાં ૧૨ મીમી વરસાદ નોંધાયો છે .આ વરસાદ ત્રણ તબક્કે પડ્યો હતો. ભાવનગરમાં મોસમનો કુલ વરસાદ  ૨૨૮ મીમી થયો છે. ઉમરાળા, વલ્લભીપુરમાં ૧૨ તેમજ પાલિતાણામાં ૧૧ મીમી વરસાદ પડ્યો છે. ભાવનગરના પડોશી તાલુકા ઘોઘા અને સિહોરમાં ૯ -૯ મીમી પાણી પડ્યું છે જ્યારે બાકીના ચાર તાલુકા તળાજા મહુવા  જેસર અને ગારીયાધાર  કોરા રહયા હતા. આજે પણ હળવા વાદળાં છે જ અને ભેજનું પ્રમાણ પણ ૮૦ ટકા કરતા વધારે છે.એટલે આજે હળવા વરસાદની શકયતા તો નકારી શકાતી નથી.

 

 

ભાવનગરમાં ગઈકાલે સાંજે ૨૫ કિલોમીટર કરતા વધુ ઝડપે પવન ફૂંકાયા બાદ આજે પવનની ગતિ ધીમી થઈ ગઈ હતી પણ ભેજનું પ્રમાણ વધીને ૯૧ ટકા થઈ ગયું હતું. એરપોર્ટ સ્થિત હવામાન મથકે ૧૧ મી મી વરસાદ છેલ્લા ૧૨ કલાક દરમિયાન નોંધાયો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS