રાજકોટમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી

  • June 19, 2021 10:53 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આજે સવારે રાજકોટમાં વરસાદનું જોરદાર ઝાપટું પડું હતું સવારથી સૂર્યનારાયણના દર્શન થયા ન હોતા અને ભેજવાળા કાળા ડિબાંગ વાદળોથી આકાશ છવાઈ ગયું હતું સવારે ૮– ૧૫ વાગ્યાની આસપાસ જોરદાર ઝાપટું પડી જતા ગરમી અને બફારાના વાતાવરણમાં રાહત થઇ હતી. સવારે ૧૦–૨૦ વાગ્યે જોરદાર વરસાદ તૂટી પડો હતો અને શહેરના રેસકોર્સ રિંગરોડ હોસ્પિટલ ચોક યાગનીક રોડ જામનગર રોડ ફલછાબ ચોક બહત્પમાળી ભવન આસપાસના વિસ્તારોમાં પાણી ભરાયા હતા.

 

 

આકાશ હજુ વાદળોથી ઘેરાયું છે અને વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮૦ ટકા જેટલું છે આ જોતાં દિવસ દરમિયાન વધુ વરસાદની શકયતા છે અને રાજકોટવાસીઓ વરસાદની રાહ પણ જોઈ રહ્યા છે. દરમિયાન આણંદમાં ગઈકાલે સાત ઈંચ વરસાદ પડા બાદ મેઘરાજાની સટાસટી ચાલુ રહી છે અને વધુ ૭ ઈંચ વરસાદ ખાબકતા આણંદમાં ઠેરઠેર જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી રહી છે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે અને નાગરિકોને સલામત સ્થળે ખસેડવાની ફરજ પડી હતી. ભારે વરસાદના કારણે વડોદરા સુરત નવસારી અને વલસાડમાં એનડીઆરએફની ટીમ મોકલી આપી છે યારે રાજકોટ અને ગીર–સોમનાથ માટેની એક એક ટીમ આજે બપોરે  રવાના કરવામાં આવશે અને સાંજ સુધીમાં તે પોઝિશન સંભાળી લેશે.

 


રાય કન્ટ્રોલ મના આવ્યા મુજબ આણદં માં સાત અને જિલ્લાના પેટલાદમાં સાડા ત્રણ ઈંચ વરસાદ પડો છે સાબરકાંઠાના વડાલીમાં છ સુરતમાં ચાર સુરત જિલ્લાના ચોર્યાસી માં પાંચ ઓલપાડ જલાલપુર નવસારી માં ચાર ચાર ઈંચ વરસાદ પડો છે હજુ આકાશ વાદળોથી ઘેરાયું છે અને વધુ વરસાદ પડે એવી પૂરેપૂરી સંભાવના છે.
આણદં સાબરકાંઠા સુરત મહેસાણા પાટણ નવસારી ભચ અમદાવાદ વડોદરા ઉપરાંત સૌરાષ્ટ્ર્રમાં દેવભૂમિ દ્રારકા સુરેન્દ્રનગર જુનાગઢ અને જામનગર જિલ્લામાં વરસાદનું જોર સાં રહ્યું છે આજે સવારે છ વાગે પુરા થતાં ૨૪ કલાક દરમિયાન રાયના ૩૦ જિલ્લાના ૧૭૧ તાલુકાઓમાં સામાન્યથી સાત ઈંચ વરસાદ થયો છે.  

 

 

ગુજરાતના અનેક ભાગોમાં નૈઋત્યનું ચોમાસુ  પહોંચ્યું: હવામાન ખાતું
હવામાન ખાતાના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્ર્ર–કચ્છ સહિત મોટાભાગના વિસ્તારોમાં નૈઋત્યનું ચોમાસું પહોંચી ગયું છે અને જે વિસ્તારો બાકી છે ત્યાં પહોંચવા માટે સાનુકૂળ સંજોગો છે અરબી સમુદ્રના ઉત્તર ભાગમાં ચોમાસું પૂરેપૂં ફેલાઈ ગયું છે અને તે આગળ વધી રહ્યું છે. મહારાષ્ટ્ર્ર કેરળના દરિયા માં ઓફશોર ટ્રફ સર્જાવા પામ્યું છે અને તેના કારણે ગુજરાતના અમુક વિસ્તારો ઉપરાંત કોકણ અને ગોવામાં ભારે વરસાદની શકયતા ઊભી થઈ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS