જિલ્લામાં મેઘરાજાનું પુનરાગમત : મહુવામાં અડધો ઈંચ

  • June 30, 2020 10:08 AM 152 views


ભાવનગર ઘોઘા ગારિયાધાર જેસર અને તળાજામાં સવારે ઝરમર વરસાદ

ચાર દિવસના વિરામ બાદ આજે સવારે ભાવનગર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં મેઘરાજાનું આગમન થયું હતું. ગઇકાલે બપોર બાદ પણ ત્રણ તાલુકામાં ઝાપટા પડા હતાં. આમ ફરી ક્રમશ: વરસાદી માહોલ જામશે તેવી લોકો આશા રાખી રહ્યા છે. મહુવામાં સૌથી વધુ ૧૦ મી.મી. વરસાદ પડો છે.


ગઇકાલે રાતે ભાવનગરમાં સામાન્ય ઝાપટું પડું હતું. અને ૩ મી.મી. વરસાદ પડો હતો. આજે સવારે આઠ વાગ્યા બાદ પણ ભાવનગરમાં મેઘરાજાનું પુનરાગમત થયું હતું. એરર્પેાટ સ્થિત હવામાન ખાતાની કચેરીએ સવારે ૮–૩૦ વાગ્યા સુધીમાં પાંચ મિ.મિ. વરસાદ નોંધાયો છે.


ગઇકાલે ભાવનગરમાં ર મી.મી. ઉપરાંત જેસરમાં ૪ મી.મી. મહત્પવામાં ર મી.મી. વરસાદ પડો હતો. જયારે આજે સવારે ૭ વાગ્યા બાદ ફરી કેટલાક સ્થળોએ મેઘરાજાએ હાજરી પુરાવી હતી. તેમાં ગારિયાધારમાં ૩ મી.મી., ઘોઘામા, ૯ મી.મી. જેસરમાં ૩ મી.મી., તળાજામાં  ૩ મી.મી. અને મહત્પવામાં ૧૦ મી.મી. વરસાદ નોંધાયો છે.


આમ સવારના ૬ થી ૮ વાગ્યાના સમય દરમિયાન ભાવનગરમાં સામાન્ય ઝાપટા સાથે ૬ તાલુકામાં મેઘરાજાની પધરામણી થઇ હતી. ભાવનગર જિલ્લામાં છેલ્લા પાંચેક દિવસથી ૩પ ગ્રિથી વધુ તાપમાન સાથે ગરમી પડે છે. અને અષાઢ માસના પ્રારભં કાળમાં ભાદરવા માસના અનુભવ થાય છે. કાલ સાંજથી વાતાવરણ પલટાયું છે. જો કે વરસાદ માત્ર ઝાપટા કે ઝરમર રૂપે પડતાં બફારાનું પ્રમાણ ઘટયું નથી જો કે મહત્પવા તાલુકામાં કાલ રાતથી આજ સવારના ૮ વાગ્યા સુધીમાં ૧ર મી.મી. એટલે કે અડધો ઈંચ વરસાદ પડો છે.


જિલ્લાના કેટલાક વિસ્તારોમાં સવારે ૮ વાગ્યા પછી પણ વરસાદ ચાલુ છે. જો કે કોઇ સ્થળે ભારે વરસાદના અહેવાલો નથી. હવામાન ખાતાએ આવતા ર૪ કલાકમાં ભાવનગર જિલ્લામાં સામાન્ય વરસાદ વરસતો રહેશે તેવી આગાહી કરી છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application