યાત્રાધામ બગદાણામાં મેઘરાજાની ફટાકાબાજી : અઢી ઈંચ વરસાદ

  • September 16, 2020 10:13 AM 178 views

 

  • આસપાસના ગામોમાં અઢી ઈંચ : શુક્રવાર સુધી વરસાદની હવામાન ખાતાની આગાહી


મેઘરાજાની એક નહિ તો બીજા સ્થળે હાજરી પુરાવતા રહે છે બે દિવસ કોરા ગયા બાદ જિલ્લાના બે તાલુકામાં મેઘરાજાએ હાજરી પુરાવી છે. ર૦૧૯માં વરસાદમાં સૌથી પાછળ રહી ગયેલ જેસર તાલુકામાં સરેરાશ ૧ર મિ.મિ. જેવો વરસાદ પડો છે તો યાત્રાધામ બગદાણામાં અઢી કલાકમાં અઢી ઈંચ વરસાદ પડતા બગડ નદીમાં ઘોડાપુર આવ્યા હતાં. જેસરના ગ્રામ્ય વિસ્તારોમાં પણ નોંધપાત્ર બે ઈંચ જેવો વરસાદ પડો છે. જયારે વલ્લભીપુરમાં સામાન્ય છાંટા પડા હતાં.


બગદાણામાં બપોરે દોઢ વાગે વાતાવરણમાં પલટો આવ્યા બાદ અઢી વાગ્યા બાદ મેઘરાજાએ પોતાનો દાવ શરૂ કર્યેા હતો. અને સાંજે પ–૩૦ વાગ્યા સુધીમાં બે અઢી ઈંચ વરસાદ ખાબકી ગયો હતો. આ ઉપરાંત આસપાસના કરમદિયા, માતલપર, મોણપર, નવાગામ સહિતના વિસ્તારોમાં બે ઇ:ચ આસપાસ વરસાદ પડી ગયો હતો. જયારે જેસરમાં અડધો ઈંચ વરસાદ નોંધાયો છે. જેસરમાં ગઇકાલના વરસાદ સાથે મોસમનો કુલ વરસાદ ૬ર૧ મિ.મી. એટલે ૯૧.૪૪ ટકા થઇ ગયો છે.


જયારે ગઇકાલે વલભીપુરમાં માત્ર છાંટા પડા હતા એટલે કે બે મી.મી. વરસાદ નોંધાયો છે. જયારે બાકીના વિસ્તારમાં મેઘરાજાએ રજા રાખી હતી. ભાવનગર જિલ્લામાં મોસમનો કુલ વરસાદ ૧૦૯ ટકાને વટાવી ગયો છે. જેમાં પાંચ તાલુકામાં ૧૦૦ ટકા કરતાં વધુ વરસાદ પડો છે. ભાવનગર શહેરમાં આજે સવારે ૮૩ ટકા ભેજ સાથે સતત બફારો છે અને આકાશમાં વાદળા છવાયેલા છે. અને હવામાન ખાતાની ૧૮મી સુધીના વરસાદની શકયતા હોવાની આગાહી પણ યથાવત છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application