રાજકોટ : રેલનગરના સંતોષીનગરમાં મેગા ડિમોલિશન: 56 દબાણોનો સફાયો

  • January 13, 2021 04:37 PM 651 views

રેલનગરથી મોરબી રોડને જોડતો 24 મીટરનો ટીપી રોડ ખૂલ્યો: એક મંદિર, 16 દુકાનો અને 39 મકાનોના બાંધકામો તોડી પડાયા: અમુક પૂર્ણ, અમુક અડધા અને અમુક અંશત: દબાણો હતા: પોલીસના ચૂસ્ત બંદોબસ્ત હેઠળ કાર્યવાહી, ટોળાં ઉમટયા

રાજકોટ મહાપાલિકાની ટાઉન પ્લાનિંગ બ્રાન્ચ દ્વારા આજે રેલનગરના સંતોષીનગર વિસ્તારમાં મેગા ડિમોલિશન હાથ ધરી 56 દબાણો તોડી પાડવામાં આવ્યા હતા. રાજકોટ ટીપી સ્કિમ નં.19ના 24 મીટરના ટીપી રોડ પર ગેરકાયદેસર બાંધકામ કરી બનાવાયેલું એક મંદિર, 16 દુકાનો અને 39 મકાનોના બાંધકામોનો દબાણપ હિસ્સો દૂર કરાયો હતો. અમુક બાંધકામો પૂર્ણ, અમુક અડધા અને અમુક અંશત: તોડી પડાયા હતા. પોલીસના ચૂસ્ત બંદોબસ્ત હેઠળ કાર્યવાહી હાથ ધરાઈ હતી. આ વેળાએ લોકોના ટોળેટોળાં ઉમટી પડયા હતા.


વિશેષમાં ટાઉન પ્લાનિંગ ઓફિસર એમ.ડી. સાગઠિયાએ મેગા ડિમોલિશનની વિગતો જાહેર કરતાં જણાવ્યું હતું કે, મ્યુનિસિપલ કમિશનરના આદેશથી રેલનગરના સંતોષીનગર વિસ્તારમાં ટીપી સ્કિમ નં.19 રાજકોટ અને ટીપી સ્કિમ નં.23 રાજકોટ જે સરકાર દ્વારા પ્રારંભિક મંજૂર કરાયેલ છે તે પૈકીનો રેલનગર વિસ્તારમાં પાણીના ટાંકા/ફાયરબ્રિગેડ પાસે આવેલ સંતોષીનગર વિસ્તારમાંથી પસાર થતાં અને મોરબી રોડને જોડતા 24 મીટરના ટીપી રોડ પર આવેલ ગેરકાયદેસર બાંધકામો દૂર કરવા આજે કાર્યવાહી કરાઈ હતી જેમાં રોડની લાઈનદોરીમાં આવતું એક મંદિર, 16 દુકાનો અને 39 મકાન સહિતના બાંધકામોના દબાર દૂર કરાયા હતા અને રસ્તા પૈકીની 1107 ચો.મી. જમીન ખુલ્લી કરવામાં આવી હતી.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application