રાજકોટમાં આઝાદીકા અમૃત મહોત્સવ સંદર્ભે કલેકટર કચેરીમાં યોજાયેલી બેઠક

  • March 10, 2021 10:12 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સવિનય કાનૂન ભંગની ફ્લેગ માર્ચ સહિતના આયોજન ફાઈનલ કરાયારાજકોટ શહેર ખાતે આગામી 12 માર્ચે યોજાનાર ’સેલિબ્રેટિંગ ઇન્ડિયા ’આઝાદીકા અમૃત મહોત્સવ’ કાર્યક્રમના આયોજનની બેઠક યોજાઇ હતી.
કલેકટર કચેરી ખાતે યોજાયેલી આ બેઠકમાં નિવાસી અધિક કલેકટર પરિમલ પંડ્યાએ કાર્યક્રમ અન્વયે બનાવાયેલી વિવિધ સમિતિઓના વડા સમક્ષ કાર્યક્રમની રૂપરેખા રજૂ કરી હતી. પારંપરિક સ્વાગતથી શરૂ થનારા કાર્યક્રમમાં સ્વાગત ગીત, સ્વાતંત્ર્ય સેનાનીઓને આદરાંજલિ, દેશભક્તિ ગીતો, ગાંધીજીના પ્રિય ભજનો, પ્રાર્થના, ગાંધીજીના જીવન આધારિત ગરબો વગેરેની રજૂઆત કરવામાં આવશે.

 


આઝાદીને કેન્દ્રસ્થાને રાખીને રજૂ થનારા કાર્યક્રમમાં આઝાદી સંબંધિત વિવિધ પ્રસંગોની ઝાંખી દશર્વિવામાં આવશે. આ પ્રસંગે શાળા કોલેજના છાત્રો સવિનય કાનૂનભંગની ફ્લેગમાર્ચ રજૂ કરશે. આઝાદીના જંગમાં પોતાના જાન ન્યોછાવર કરનારા ભારતના વીર સપૂતોના માનમાં બે મિનિટનું મૌન પાળવામાં આવશે. જાણીતા વક્તાઓ આઝાદી અંગેના તેમના વિચારો રજુ કરશે. સ્વાતંત્ર ચળવળ અંગેની ટૂંકી ડોક્યુમેન્ટ્રીનું પણ આ પ્રસંગે પ્રસારણ કરવામાં આવશે.

 


ગાંધી મ્યુઝિયમ ખાતે 12 માર્ચે સાંજે 5.00 વાગ્યે યોજાનારા આ કાર્યક્રમ અન્વયે સંબંધિત અધિકારીઓને સ્થળની મુલાકાત લેવા અધિક નિવાસી કલેક્ટર પરિમલ પંડ્યાએ સૂચના આપી હતી. સમગ્ર કાર્યક્રમનું સુચારુ આયોજન થાય તે અંગેની તમામ બાબતોનું કાળજી પૂર્વક ધ્યાન રાખવા પંડ્યાએ ઉપસ્થિત અધિકારીઓને તાકીદ કરી હતી.

 


આ બેઠકમાં આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશ્નર હર્ષદ પટેલ, મામલતદાર સી.એમ.દંગી, શિક્ષણ નિરીક્ષક સપ્નાબેન પરમાર, જિલ્લા વહીવટીતંત્ર, રાજકોટ મહાનગરપાલિકા, માર્ગ અને મકાન, શિક્ષણ, પી.જી.વી.સી.એલ., પોલીસ, રમતગમત, પાણી પુરવઠા, માહિતી વગેરે વિભાગોના અધિકારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS