પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં નાર્કો કો-ઓર્ડીનેટર સેન્ટરની બેઠક યોજાઈ હતી. જેમાં યુવાઓને ડ્રગ્સના વ્યસનથી દૂર રાખવા સિગારેટ, તંબાકુ જેવા વ્યસનો પહેલેથી જ અટકાવવા અંગે પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ સૂચનો કર્યા હતા.
વિગતવાર વાત કરીએ તો રાજ્યમાં ડ્રગ્સના વેચાણ, સેવન કે ઉત્પાદન પર કડક હાથે કામગીરી કરી લોકોને આ દુષણથી બચાવવા રાજ્ય સરકાર સક્રિયપણે કામગીરી કરી રહી છે. સાથોસાથ દરેક જિલ્લામાં નાર્કોટિક્સ કંટ્રોલ અર્થે વિવિધ વિભાગની એન્કોર્ડ (નાર્કો કો-ઓર્ડીનેટર સેન્ટરની) કમિટીનું ગઠન કરવામાં આવ્યું છે. જે અન્વયે રાજકોટ શહેરમાં ગત માસમાં એન્ટી ડ્રગ્સ કેમ્પઇન હેઠળ કરવામાં આવેલી કામગીરીની સમીક્ષાર્થે પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાની અધ્યક્ષતામાં મિટિંગ યોજાઈ હતી.
પોલીસ કમિશનરે કર્યુ સૂચન
પોલીસ કમિશનરએ આ બેઠકમાં જણાવ્યું હતું કે, સામાન્ય રીતે યુવાઓમાં વ્યસનની શરૂઆત સિગારેટ, તમાકુના સેવન સાથે થતી હોઈ છે, જે આગળ જતા મોટા નશાકારક ડ્રગ્સમાં પરિણમતી હોઈ તેઓને ડ્રગ્સના દુષણથી બચાવવા પ્રારંભથી જ અટકાવવા જરૂરી છે. બ્રજેશકુમારે શાળા કોલેજના ૧૦૦ મીટર વિસ્તારમાં સિગારેટ, તમાકુ સંબંધિત પદાર્થો વેંચતા દુકાનદારો વિરુદ્ધ કડક હાથે કામ લેવા જવાબદાર વિભાગોને સૂચના આપી હતી. સાથોસાથ યુવાઓમાં ડ્રગ્સની કુટેવ ના પડે તે માટે વધુને વધુ જનજગૃતિના કાર્યક્રમો હાથ ધરવા કોલેજ અને યુનિવર્સટીના નોડેલ અધિકારીઓને સૂચન કર્યું હતું.
હાલમાં અંકલેશ્વરમાં ડ્રગ્સ બનાવતી ફેકટરીઓ ઝડપાઇ હોઈ સતર્કતાના ભાગરૂપે રાજકોટ ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં કેમિકલ અને ડ્રગ્સ બનાવતી કંપનીઓ પર ધ્યાન રાખવા સંબંધિત વિભાગના અધિકારીઓને પોલીસ કમિશનરે સૂચના આપી હતી. આ તકે અમદાવાદ એન.સી.બી. વિભાગમાંથી જોડાયેલા અધિકારીએ આ સંદર્ભે વિગતો પુરી પાડી આગળ કાર્યવાહી કરવા માર્ગદર્શન આપ્યું હતું.
ડી.સી.પી. ક્રાઈમ પાર્થરાજસિંહ ગોહિલે એસ.ઓ.જી. વિભાગ દ્વારા ગત માસમાં એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ડ્રગ્સ વેચાણ કરતા લોકો વિરુદ્ધ કરવામાં આવેલા કેસ તેમજ કોપટા એક્ટ અન્વયે તંબાકુ વેચાણ સંદર્ભે દુકાનદારો સામે કરવામાં આવેલી કામગીરીની માહિતી પુરી પાડી હતી.
ડ્રગ્સ વિરુદ્ધ જનજાગૃતિ અર્થે ગત માસમાં સાયક્લોથોન, પોલીસ વિભાગની ‘‘શી’’ટીમ દ્વારા નવરાત્રીમાં જનજાગૃતિ કાર્યક્રમ, પ્રાંત વિભાગ દ્વારા નસબંધી વીભાગ સાથે મળીને સેમિનાર, સિવિલ હોસ્પિટલ દ્વારા બેનર્સ અભિયાન, વિવિધ યુનિવર્સટીમાં કોલેજમાં સેમિનાર અને બેનર્સ કેમ્પઇન સહિતના કાર્યક્રમોની વિગત શ્રી પાર્થરાજસિંહએ પૂરી પાડી હતી.
આ બેઠકમાં અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડિયા, ડી.સી.પી. ઝોન – ૨ જગદીશ બાંગરવા, પ્રાંત અધિકારી ચાંદની પરમાર, એસ.ઓ.જી. પી.આઈ. જાડેજા સહીત વિવિધ પોલીસસ્ટેશનના અધિકારીઓ, સમાજ સુરક્ષા વીભાગ, ફૂડ એન્ડ ડ્રગ વિભાગ, ફોરેન્સિક વિભાગ, મહાનગર તેમજ સિવિલ તબીબી વિભાગ, મનોચિકિત્સક વિભાગ, રિહેબિલિટેશન વિભાગ, કૃષિ, વન વિભાગ, તોલમાપ, સાઇન્ટિફિક વિભાગ સહિત કમિટીના અધિકારીઓ તેમજ રાજકોટની વિવિધ યુનિવર્સીટીના નોડલ અધિકારીશ્રીઓ જોડાયા હતાં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર : ઉત્તર ભારતીયો દ્વારા છઠ્ઠ મૈયાની પૂજા-અર્ચના કરાઇ
November 07, 2024 07:37 PMટ્રમ્પ ફરી સત્તા પર આવવાથી બાંગ્લાદેશની વધી ચિંતા
November 07, 2024 05:43 PMયુપીના શાહજહાંપુરમાં ખેતરમાથી મળ્યો હથિયારનો ખજાનો
November 07, 2024 05:38 PMકર્ણાટકમાં બસ ડ્રાઈવરને ચાલુ બસે આવ્યો હાર્ટ એટેક, મહામહેનતે કંડક્ટરે બસ પર મેળવ્યો કાબુ
November 07, 2024 05:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech