આજે કમલમ પર બેઠક: પેટા ચૂંટણી અને સ્થાનિક સ્વરાજ્ય માટે મનોમંથન

  • June 29, 2020 12:18 PM 593 views

રાજ્યસભાની ચૂંટણી પૂર્વે કોંગ્રેસને બાય-બાય કરીને ભાજપનો કેસરિયો ધારણ કરનાર ધારાસભ્યોની બેઠક પર આગામી સપ્ટેમ્બર માસની મધ્યમાં પેટા ચૂંટણી યોજાનાર છે. આ પેટા ચૂંયણી પૂર્ણ થાય કે તુરંત જ પાછળ રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે. જેને લઈને મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કૌર કમિટીની બેઠક મળી રહી છે. આ બેઠકમાં પ્રદેશ કોર કમિટીના સભ્ય, પ્રદેશ મહામંત્રી, પેટાચૂંટણીમાં ઉમેદવારોની પસંદગી અને ચૂંટણીની રણનીતિને લઈને ચર્ચા કરવામાં આવશે.


કોંગ્રેસ સાથે છેડો ફાડીને આવેલ ૮ ધારાસભ્યો પૈકીના પાંચ જ ધારાસભ્યોનો ભાજપ પ્રવેશ થઈ રહ્યો છે. લીંબડી, ડાંગ અને ગઢડાની બેઠકના ધારાસભ્યોનો પ્રવેશ હજુ સુધી શકય બન્યો નથી તેનું મુખ્યકારણ સ્થાનિક રાજકારણમાં આ લોકો સામે રોષ ભભૂકયો છે. લીંબડીમાં કિરીટસિંહ રાણાની લોબી, ગઢડામાં આત્મારામ પરમારના સમર્થકો તેમજ ડાંગના મંગળ ગામીત સામે સ્થાનિક કક્ષત્રાએ રોષ ભભૂકયો છે.આ પક્ષપલટુ ધારાસભ્યો સામે ભાજપના ઉમેદવારો હાર્યા છે. અથવા સ્થાનિક કક્ષાએ આ ધારાસભ્યો સામે વિરોધમાં પ્રચાર-પ્રસાર કરનાર ભાજપના આગેવાનો એક કાયકરો સીધો વિરોધ વ્યકત નથી કરતા પરંતુ આવેલા ધારાસભ્યોના સમર્થનમાં કામ કરવાને બદલે નિષ્ક્રીય થઈ જવાની દિશામાં આગળ વધી રહ્યા છે. જેને લઈ વિધાનસભાની પેટા ચૂંટણી અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પર સીધી અસર પડશે.


સ્થાનિક નેતાઓને કમલમ બોલાવીને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. પરંતુ કેટલીક જગ્યાથી આટલા વર્ષો સુધી ભાજપના સમર્થનમાં રહીને કામ કરનાર વર્ગ એક યા બીજી રીતે નારાજ થાય તો બહુ મુશ્કેલી વેઠવી પડે અને અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ પરમાર વાળી થાય તો મોટી નુકસાની થઈ શકે તેમ છે.બીજુ કે વિધાનસભાની ચૂંટણી ગણીને અઢી વર્ષ જેટલો સમયગાળો બાકી છે ત્યારે આ ચૂંટણી પાછળ થતો ખર્ચ પ્રજાની કેડ પર છે. પરંતુ પાર્ટી લેવલે કરવાના થતા ખર્ચને લઈ એક વિચારવિમર્શ હાથ ધરવામાં આવશે. નારાજ સ્થાનિક નેતાઓને મનાવવાની રણનીતિ તૈયાર કરાશે.
 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application