સવંત 2080 ઈ.સ. 2024 વસંતપંચમી મહા માસ શુક્લ પક્ષ પાંચમ તા. 14 ફેબ્રુઆરી 2024 બુધવાર, વસંતપંચમી સરસ્વતી દેવીનું પૂજન મુહૂર્ત સવારે 7 કલાક 19 મીનીટથી બપોરે 12 કલાક 35 મીનીટ સુધી રહેશે. શ્રીમદ્ દેવી ભાગવત મહાપુરાણના નવમ સ્કંધના ચતુર્થ અને પાંચમ અઘ્યાયમાં સરસ્વતી માતાની પુજાનું વિધાન વિસ્તારપૂર્વક આપવામાં આવ્યું છે.
મહાસુદની પાંચમી તિથિને વસંતપંચમી તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે માતા સરસ્વતી દેવીનું પૂજન કરવામાં આવે છે. દેવીના પૂજનનું અત્યંત મહાન ફળ શાસ્ત્રોમાં દર્શાવવામાં આવ્યું છે. દેશભરના દરેક હિન્દુઓના ઘરે વસંત પંચમીના રોજ માતા સરસ્વતીની પૂજા કરવામાં આવશે. આ દિવસે પૂજા દરમિયાન દેવી સરસ્વતીના કેટલાક મંત્રોનો જાપ કરવાથી કારકિર્દી, શિક્ષણ, બુદ્ધિ અને વાણીમાં સફળતા મળે છે.
ऊं ह्रीं ऐं ह्रीं सरस्वत्यै नम: - વસંત પંચમી પર દેવી સરસ્વતીની પૂજા કરતી વખતે આ મંત્રનો જાપ કરો. બાળકમાંથી વાણીની ખામી દૂર કરવા માટે આ એક અસરકારક મંત્ર માનવામાં આવે છે. જેઓ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે તેમણે વસંત પંચમીના દિવસે આ મંત્રનો 108 વાર જાપ કરવો જોઈએ. એવું માનવામાં આવે છે કે આ મેમરી પાવરને તેજ કરે છે.
श्रीप्रदा ॐ श्रीप्रदायै नमः - કળા અને સંગીત સાથે જોડાયેલા લોકોએ વસંત પંચમી પર આ મંત્રનો જાપ કરીને સરસ્વતીની પૂજા કરવી જોઈએ. દેવી સરસ્વતીની કૃપાથી તેની કળામાં સુધારો થાય છે અને તે ધનથી ભરપૂર રહે છે.
पद्माक्षी ॐ पद्मा क्ष्रैय नमः - વસંત પંચમી પર મા સરસ્વતીના આ મંત્રનો 108 વાર જાપ કરવાથી કરિયરમાં કોઈ અડચણ આવતી નથી. આનો જાપ કરવા માટે, સફેદ આસન પર બેસીને બે મુખવાળો દીવો પ્રગટાવો અને દેવી સરસ્વતીનું સ્મરણ કરીને જાપ કરો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજૂનાગઢના સક્કરબાગ ઝૂમાં સફેદ વાઘની જોડીનું આગમન, મુલાકાતીઓ માટે નવું આકર્ષણ
December 24, 2024 07:48 PMજમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લામાં મોટી દુર્ઘટના, સેનાનું વાહન ખીણમાં પડ્યું, 5 જવાનના મોત
December 24, 2024 07:42 PMજામનગર : મીલાવટી તેલની વચ્ચે ધાણીના પીલાણના શુધ્ધ અને સ્વાસ્થ્યવર્ધક સીંગતેલની હાલ વધતી જતી બોલબાલા
December 24, 2024 07:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech