ઈકો કારમાં બાળકોની ખાદ્ય સામગ્રી હેઠળ છૂપાવેલ દારૂ-બિયરના ૫૭ નંગ સાથે મીડિયા કર્મી યુવક-યુવતી ઝડપાયા

  • January 10, 2023 07:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા જાડેજાની કડક સૂચનાથી ઉનાના પોલીસ ઈન્સ્પેકટર ગૌસ્વામીનાં માર્ગદર્શન હેઠણળ એહમદપુર માંડવી ચોક પોસ્ટ ઉપર દિવથી આવતા વાહનોનું ચેકિંગ કરતા પોલીસ હેડ કોન્સ્ટેબલ અભેસંગ ભગવાનભાઈ ચૌહાણે ઘોઘલા તરફથી આવતી ઈકો મોટરકારને રોકાવી ચાલક જગદીશભાઈ વાઘજીભાઈ મકવાણા ઉ.વ.૧૯ પત્રકાર એસ.એસ.૨૪ ન્યુઝ ચેનલનાં રે.ખોડિયારનગર ઉના તથા મહિલા પત્રકાર કાજલબેન વિનુભા, જેરામભાઈ બારૈયા ઉ.વ.૨૧ રે.ઉના ખોડિયારનગરની મોટરની પાછળની સીટમાં કપડાની થેલી બે પડેલ હોય તેમજ મોટા ટોપમાં બાળકો માટે મમરાનો નાસ્તો હતો. પોલીસને બાળકોને મકરસંક્રાતિમાં પતંગ અને નાસ્તો દેવા જઈએ છીએ તેમ કહેતા ખોલાવી તપાસ કરતા પરપ્રાંતની ઈગ્લીશ દારૂની બોટલ નંગ ૬૧ તથા બીયર ટીમ ૬ નંજ મળી ૬૭ નંગ રૂ.૨૫,૩૦૦ દારૂ તથા મોટરકાર ૧,૫૦,૦૦૦ મોબાઈલ ફોન-૨ તથા એસએસ૨૪ ન્યુઝ ચેનલનું બુમ મળી કુલ રૂ.૧,૮૫,૩૦૦ મુદામાલ સાથે પકડી ઉના પોલીસ સ્ટેશને લાવી ગુનો દાખલ કરી પત્રકારની આડ નીચે દારૂની હેરાફેરી કરતા બનાવનો પર્દાફાશ કર્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application