ચક દે ઈન્ડિયા: ૪૧ વર્ષ પછી ઓલિમ્પિકસ હોકીમાં મેડલ જર્મનીને ૫–૪થી હરાવીને કાંસ્ય પદક જીત્યા

  • August 05, 2021 10:50 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારતીય પુરૂષ હોકી ટીમ ૪૧ વર્ષના ઇતિહાસને રચવા માટે આજે મેદાને ઉતરી હતી. જે ઇતિહાસે ચાર દાયકાનો ઇતિહાસ કરી દીધો હતો. ભારતે ૫–૪ થી જીત મેળવીને બ્રોન્ઝ હાંસલ કર્યેા હતો. ભારત અને જર્મની વચ્ચે હોકીની જબરદસ્ત ટકકર થઇ હતી. જોકે ભારતીય ટીમ શઆત થી જ શાનદાર રમત જોવા મળી હતી. મેડલ મેળવવાનો જુસ્સો ભારતીય ખેલાડીઓમાં જોવા મળી રહ્યો હતો. જે જુસ્સાએ ઓલિમ્પિકમાં મેડલની તરસને સંતોષી લીધી હતી. ટોકયો ઓલિમ્પિક માં હોકીમાં ભારતે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.ભારતીય હોકી ટીમના આ પ્રદર્શનથી દેશભરમાં ખુશીનો માહોલ છવાયો છે.

 


પ્રથમ કવાર્ટરમાં ૦–૧ ભારતીય ટીમ પાછળ ચાલી રહી હતી. આ દરમ્યાન બીજા કવાર્ટરમાં ભારતીય ટીમે બીજી મીનીટે સ્કોરને બરાબર કરી દીધો હતો. સીમરનજીત સિંહે શાનદાર ટોમહોક શોટ થી ગોલ કર્યેા હતો. જોકે બીજા કવાર્ટરમાં જર્મનીએ સતત બે ગોલ કર્યા હતા. આમ ભારત ફરી એકવાર  પાછળ થયુ હતુ. જેના જવાબમાં ૨૭ મી મીનીટે હાર્દિક સિંહે ગોલ કર્યેા હતો.

 


ત્યાર બાદ ૨૯ મી મીનીટમાં ડે ની બહાર થી કેપ્ચન મનપ્રિત સિંહ ને બળજબરી રોકવા જતા પેનલ્ટી કોર્નર મળ્યો હતો. જેને હરમનપ્રિતે ગોલ કરીને સ્કોર ૩–૩ થી બરાબર કર્યેા હતો. આ પહેલા બીજા કવાર્ટરમાં ૨૪ મી મીનીટે નિકલ્સ વેલ્લન અને ૨૫ મી મીનીટે બેનેડિકટ ફુર્કે ફિલ્ડ ગોલ ભારત સામે કર્યા હતા.

 


ત્રીજા કવાર્ટરની શઆતમાં પેનલ્ટી સ્ટ્રોક વડે ભારતે સ્કોર ૪–૩ કરીને લીડ મેળવી હતી. જર્મન ખેલાડીઓએ ત્રીજા કવાર્ટરમાં મનદીપ સિંહ ને અવરોધ સર્યેા હતો. જેને લઇ અંપાયરે, પેનલ્ટી સ્ટ્રોક ભારતને આપ્યો હતો. જર્મનીએ તેને પડકાર કર્યેા પરંતુ ટીવી રીપ્લાય, ભારત ના પક્ષમાં રહ્યો હતો. આમ પિન્દર સિંહે ટોકયો ઓલિમ્પિકમાં પોતાનો ચોથો ગોલ કર્યેા હતો. સાથે જ ટીમ ઇન્ડીયાને ૪–૩ ની લીડ અપાવી હતી. ભારતે બીજા હાલ્ફની શઆતમાં ૫–૩ ની લીડ મેળવી હતી.

 


અંતિમ અને ચોથા કવાર્ટરમાં પુરૂષ હોકી ટીમ માટે મેડલ અને નિરાશા વચ્ચે અંતિમ ૧૫ મીનીટ રહી હતી. આ દરમ્યાન તેમણે કમાલ ને જારી રાખવા માટે પ્રયાસ કર્યેા હતો. જર્મની અંતિમ કવાર્ટરમાં ભારત ની લીડ ને ઘટાડવા માટે પ્રયાસ કર્યેા હતો. ૪૮ મી મીનીટમાં લ્યુકાસ વિન્ડફીડરે પેનલ્ટી કોર્નર પર ગોલ કર્યેા હતો. ૫–૪ થી પાછળ રહેલ જર્મનીએ અંતિમ સમય દરમ્યાન ગોલ કરીને બરાબરી પર સ્કોરને લઇ જવા માટે પ્રયાસ કર્યેા હતો જે સફળ રહ્યો નહોતો.

 


ભારતીય ટીમે ૧૯૮૦ના ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ભારતે ૧૯૮૦ માં મોસ્કો ઓલિમ્પિકમાં વાસુદેવન ભાસ્કરણના નેતૃત્વમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.
પરંતુ ત્યારબાદ ભારતીય હોકીનો તે ગોલ્ડન પીરિયર જતો રહ્યો. પરંતુ છેલ્લા બે ત્રણ વર્ષમાં ભારતીય હોકી ટીમે ખુબ પ્રગતિ કરી છે. આજે ૪૧ વર્ષ બાદ ભારતને હોકીમાં મેડલ મળ્યો છે. આ બ્રોન્ઝ મેડલ પણ ભારતીય હોકીના નવા અધ્યાય માટે ગોલ્ડ મેડલથી ઓછો નથી.

 

 

ભારતને પોતાની હોકી ટીમ પર ગર્વ: પીએમ મોદી
પ્રધાનમંત્રી મોદીએ ટીટ કરી કહ્યુ– ઐતિહાસિક! એક એવો દિવસ જે દરેક ભારતીયની યાદમાં અંકિત થશે. બ્રોન્ઝ મેડલ જીતવા માટે આપણી પુરૂષ હોકી ટીમને શુભેચ્છા. આ સિદ્ધિ સાથે તેણે દેશ અને ખાસ કરીને આપણા યુવાઓની કલ્પના પર કબજો કરી લીધો છે. ભારતને પોતાની હોકી ટીમ પર ગર્વ છે. આ ઉપરાંત રાષ્ટ્ર્રપતિ રામનાથ કોવિદ, રમત ગમત મંત્રી અનુરાગ ઠાકુર, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી સહિતના મહાનુભાવોએ ટીમને અભિનંદન પાઠવ્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS