રાજકોટ મહાનગરપાલિકાના ફાયર બ્રિગેડ કન્ટ્રોલ રૂમનો ચાર્જ લેતા મેયર-મ્યુનિસિપલ કમિશનર

  • May 17, 2021 09:53 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટમાં વાવાઝોડાની આગાહી અને વરસાદ વચ્ચે આજે રાત્રે મેયર ડો.પ્રદીપ ડવ અને મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલએ કનકરોડ ફાયરબ્રિગેડ સ્થિત મહાપાલિકાના મુખ્ય કન્ટ્રોલરૂમનો ચાર્જ લઇ સ્ટાફનું મોરલ વધાર્યું હતું અને ફરિયાદોનો ફટાફટ નિકાલ કરાવ્યો હતો.આ વેળાએ ગુજરાત મ્યુનિ.ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

 


મહાપાલિકાના સૂત્રોએ જણાવ્યું હતું કે આજે સાંજથી રાત્રી સુધીમાં વધુ ૫૫ જોખમી હોર્ડિંગ બોર્ડ હટાવી લેવાયા હતા. આ વેળાએ ડે. કમિશનર બી.જી.પ્રજાપતિ, ચીફ ફાયર ઓફિસર ઇલેશ ખેર, ડે. ચીફ ફાયર ઓફિસર ઠેબા સહિતનો સ્ટાફ પણ ઉપસ્થિત રહ્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS