“તાઉતે” વાવાઝોડા અનુસંધાને સફાઈ અને પડી ગયેલા વૃક્ષો હટાવવા RMCની ટીમ ઉના મોકલવા મેયર-સ્ટે.ચેરમેન-મ્યુ.કમિશનરનો નિર્ણય

  • May 18, 2021 07:57 PM 

 “તાઉતે” વાવાઝોડાની સૌથી વધુ અસર જ્યાં થયેલી છે તે ગામો પૈકી ઉના ખાતે ગંદકીના કારણે રોગચાળો ન પ્રસરે તે માટે સઘન સફાઈ ઝુંબેશ હાથ ધરવા અને રસ્તા પર પડી ગયેલા વૃક્ષો હટાવવા માટે રાજકોટ મહાપાલિકાની એક ટીમ સાધન-સામગ્રી અને વાહનો સાથે ઉના મોકલવાનો મેયર ડો. પ્રદીપ ડવ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કર પટેલ અને મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલે ઉમદા નિર્ણય કર્યો છે.

 


      
અત્યંત તોફાની સ્વરૂપમાં ત્રાટકેલા “તાઉતે” વાવાઝોડાએ ઉના શહેરને સારી પેઠે ધમરોળી નાખ્યું છે, આ સંજોગોમાં શહેરમાં તાત્કાલિક ધોરણે સફાઈ કામગીરી હાથ ધરાય અને જાહેર માર્ગો પર ધરાશાયી થયેલા વૃક્ષો હટાવી વાહન વ્યવહાર રાબેતામુજબ બની રહે તે માટે રાજકોટ મહાપાલિકાના ૧૦૦ સફાઈ કર્મચારીઓ, ૨ JCB મશીન, ૨ ડમ્પર, ૨ ટ્રી કટર મશીન, ૨ ઓપરેટર સહિતની બે બસનો કાફલો ઉના મોકલવામાં આવશે, તેમ મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને મ્યુનિ. કમિશનરએ  જણાવ્યું હતું.

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS