BREAKING NEWS

સલાયામાં પી.જી.વી.સી.એલ. દ્વારા આજે ૧૦ કલાકનો જંગી વીજ કાપ

  • April 07, 2026 05:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સલાયામાં પી.જી.વી.સી.એલ. દ્વારા આજે ૧૦ કલાકનો જંગી વીજ કાપ

મોબાઈલ નેટવર્ક અને બેંકોના સર્વર બપોર બાદ બંધ: લોકો ત્રાહિમામ


સલાયામાં આજે પીજીવીસીએલ દ્વારા સવારે ૮ વાગ્યાથી સાંજે ૬ વાગ્યા સુધીનો જંગી ૧૦ કલાકનો વીજકાપ કર્યો હતો.ચૈત્ર મહિનાની ગરમીમાં એક સાથે આટલો મોટો વીજકાપ કરતા લોકો ત્રાહીમામ પોકારી ગયા હતા.આ લાઈટ કાપથી તમામ મોબાઇલ કંપનીના નેટવર્ક પણ બપોર બાદ ઠપ્પ થઈ ગયા હતા.આટલો મોટો વીજકાપ લગાડવાથી બેંકોમાં પણ બપોર બાદ સર્વર બંધ થઈ ગયા હતા.


પીજીવીસીએલ દ્વારા આટલો મોટો સમય લાઇટ કાપ કરી અને લોકોને ભારે મુશ્કેલીમાં મૂકી દીધા હતા.વેપાર ધંધામાં પણ લોકોને ભારે મુશ્કેલી પડી હતી. સલાયાની બેંકોમાં પણ બેટરી બેકપ પૂર્ણ થતા સર્વર બપોર બાદ ઠપ્પ થઈ ગયા હતા.


કચેરીઓમાં બેસીને અને કંઈપણ જાતના લોકોની મુશ્કેલીને જાણ્યા વગર ૧૦ કલાકના વીજકાપથી સલાયા ગામ મુશ્કેલીમાં મુકાયું હતું. આટલા મોટા વીજકાપ બાદ પ્રીમોન્શુન કામગીરીનું વરસાદના સમયમાં શું પરિણામ મળશે એ જોવાનું રહ્યું. પીજીવીસીએલ દ્વારા આવા નિર્ણયો લીધા પહેલા થોડો આમ જનતાનો પણ વિચાર કરવો જોઈએ.

​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News