દ્વારકા ગુગળી બ્રાહ્મણ જ્ઞાતી દ્વારા સમુહ લગ્ન, યજ્ઞોપવિત અને ચૌલ સંસ્કારનું આયોજન
તા.૧૮થી ૨૧ એપ્રિલ દરમ્યાન ત્રિવીધ કાર્યક્રમો યોજાશે:ચાર નવદંપતિ પ્રભુતામાં પગલા માંડશે
પ.પૂ.અનંત શ્રી વિભૂષિત દ્વારકા શારદા પીઠધીશ્ર્વર જગદગુરૂ શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજશ્રીના આર્શિવાદથી દ્વારકા ગુગળી બ્રાહ્મણ જ્ઞાતી ૫૦૫ સમસ્ત દ્વારા સમુહ લગ્ન, યજ્ઞોપવિત અને ચૌલ સંસ્કારનું આયોજન તા.૧૮/૪/૨૦૨૬થી તા.૨૧/૪/૨૦૨૬ દરમ્યાન એમ ચાર દિવસ ત્રિવીધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં ૪ નવદંપતિ પ્રભુતામાં પગલા માંડશે અને ૧૫ બાળકોને ઉપનયન સંસ્કાર કરવામાં આવશે. સાથોસાથ ૧૧ બાળકોને મુંડન સંસ્કાર કરવામાં આવશે.
આ સમુહ લગ્ન, યજ્ઞોપવિત અને ચૌલના કાર્યક્રમમાં અતિથી વિશેષ તરીકે ધારાસભ્ય પબુભા માણેક ઉપસ્થિત રહેશે. આ ત્રિવીધ કાર્યક્રમમાં , ૧૨ વાગ્યે ભોજન સમારંભ ,૫.૩૦ વાગ્યે કન્નાયા મોસાળા, રાત્રે ૮ વાગ્યે ભોજન સમાંરભ, રાત્રે ૧૦ વાગ્યે દાંડીયા રાસ; તા.૧૯/૪ રવિવાર બપોરે ૧૨ વાગ્યે ભોજન સમારંભ, સાંજે ૬ વાગ્યે વરઘોડો અને સાંજે ૮ વાગ્યે ભોજન સમારંભ; તા.૨૦/૪ સોમવાર સવારે ૭.૩૦ વાગ્યે ધવ્જાજી પુજન, ૮.૩૦ વાગ્યે મંડપ રોપણ, ૯.૩૦ વાગ્યે ગ્રહ શાંતી, ૧૦.૩૦ વાગયે ચૌલ સંસ્કાર, ૧૧ વાગ્યે યજ્ઞોપવિત સંસ્કાર, ૧૨ વાગ્યે ભોજન સમારંભ, સાંજે ૪ વાગ્યે વરરાજા તોરણે, રાત્રે ૯ વાગ્યે વરઘોળીયા દ્વારકાધીશ દર્શન, રાત્રે ૯.૩૦ વાગ્યે જાન જમણવાર તા.૨૧/૪ મંગળવાર બપોરે ૧૨ વાગ્યે ભોજનસમારંભ. સાંજે ૮ વાગ્યે સત્કાર સમારોહ, સાંજે ૮.૩૦ વાગ્યે ભોજન સમારંભ રાખવામાં આવેલ છે.
આ ત્રિવીધ કાર્યક્રમને સફળ બનાવવા દ્વારકા ગુગળી બ્રાહ્મણ જ્ઞાતી ૫૦૫ના પ્રમુખ યજ્ઞેસભાઇ ઉપાઘ્યાય, કપિલભાઇ વાયડા, ચૈતન્યભાઇ ઠાકર અને સમગ્ર કારોબારી સમિતીના સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છેે.