રાજુલાના ગાંજાવદર ગામે પાણી ભરવા બાબતે દલિત મહિલા ઉપર સામૂહિક હુમલો

  • March 19, 2021 12:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 રાજુલાના ગાંજાવદર ગામે દલિત મહિલાઓ ગામના જાહેર પાણીના ટાકા એ પાણી ભરવા ગયેલ તે સારૂ નહિ લાગતા ગામના છ શખ્સોએ દલિત મહિલાના ઘરે જઈ ઘરમાં ઘુસી વાળ પકડી ઢીકાપાટુનો મારમારતા તે અંગેનો વિડિઓ શૂટ કરી રહેલ દલિત મહિલાના દિયર ને પણ મારમારી મોબાઈલ તોડી નાખી જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા છ શખ્સો સામે ડુંગર પોલીસમાં ફરિયાદ નોંધાવેલ હતી.


પ્રાપ્ત માહિતી અનુસાર અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ગાંજાવદર ગામે રહેતી દલિત મહિલા નીતાબેન ભરતભાઈ ખીભાભાઇ ચૌહાણ ઉવ-૨૧ ગત તા.૧૫/૩ ના રોજ રાત્રીના સાડા આઠેક વાગ્યે ગામના જાહેર પાણીના ટાકા એ પાણી ભરવા ગયેલ હતી આ દલિત મહિલા સાથે કુટુંબની અન્ય દલિત મહિલા પણ પાણી ભરવા ગયેલ હતી,ત્યારે આ દલિત મહિલાઓ પાણી ભરવા ગયેલ તે બાબત ગામના ભરતભાઈ હમીરભાઇ વાવડીયા ને સારૂ ના લાગતા ભરતભાઈ તેમજ દુલાભાઇ હમીરભાઇ વાવડીયા બંને દલિત મહિલાના ઘરે ગેરકાયદેસર પ્રવેશ કરી પાણી ભરવા જેવી નજીવી બાબતે દલિત મહિલાને  ગાળો આપી નીતાબેનના વાળ પકડી બે ઝાપટો મારી તેમજ દુલાભાઈએ અન્ય સાહેદ દલિત મહિલાને ઢીકાપાટુનો માર માર્યો હતો.   


થોડીવાર બાદ અન્ય ચાર શખ્સો જીલુભાઇ સાર્દુળભાઇ વાવડીયા તેમજ દેસુરભાઇ જીલુભાઇ વાવડીયા અને લાલાભાઇ જીણાભાઇ વાવડીયા, લક્ષ્મણભાઇ જીણાભાઇ વાવડીયા દલિત મહિલાના ઘરે આવી ગાળો આપવા લાગેલ અને તે અંગેનો દલિત મહિલા નીતાબેનના દિયર પોતાન મોબાઈલમાં વિડિઓ શૂટિંગ ઉતારી રહેલ હોઈ અને જે ભરત ભાઈ વાવડીયા જોઈ જતા તેને પણ મારમારી મોબાઈલ તોડી નાખી જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરી એકબીજાએ મદદગારી કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા ડુંગર પોલીસમાં ઉપરોક્ત છ શખ્સો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આઇપીસી કલમ ૩૨૩, ૪૫૨, ૪૨૭, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ તથા એટ્રોસીટી એક્ટ ક.૩(૧)(), ૩(૨)(૫-અ) મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ નાયબ પોલીસ અધિક્ષક એસટી એસસી સેલ આર.ડી.ઓઝા એ ચલાવેલ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS