ગરમીમાં ઘરે બનાવો બહાર જેવી જ મસ્ત ઠંડી ઠંડી મસાલા છાશ

  • March 16, 2020 03:53 PM 987 views

 

ઉનાળો શરુ થઈ ચુક્યો છે અને સાથે જ ગરમીની પણ શરુઆત થવા લાગી છે. તેવામાં દરેક ઘરમાં છાશ વધારે પ્રમાણમાં પીવાય છે. જો કે સાદી છાશ કરતાં લોકોને મસાલા છાશ પીવી વધારે ગમે છે. તેવામાં આજે તમારા માટે લાવ્યા છીએ મસાલા છાશની રિસીપી. આ રીતે તમે ઘરે પણ બહાર જેવી  જ ટેસ્ટી મસાલા છાશ બનાવી શકશો. 

 

સામગ્રી

ફુદીના પાન - 5થી 6
આદુની પેસ્ટ - અડધી ચમચી
લીલા મરચું - અડધું ઝીણું સમારેલું
પાણી - 2 ગ્લાસ
દહીં - 1 કપ
નમક - સ્વાદ અનુસાર
જીરૂં પાવડર - 1 ચમચી
 

રીત

સૌથી પહેલા ફુદીનાના પાનને બારીક સમારી લો. તેને અડધા કપ પાણીમાં પલાળી રાખો. હવે એક બાઉલમાં દહીં લઈ તેમાં મીઠું, જીરું પાવડર અને પાણી ઉમેરી સારી રીતે મીક્સ કરો. હવે તેમાં ઝીણા સમારેલા મરચું અને આદુની પેસ્ટ તેમજ પલાળેલા ફુદીનાના પાન પાણી સહિત ઉમેરી દો. આ મિશ્રણમાં 1થી 2 વખત બ્લેન્ડર ફેરવી અને છાશને ઠંડી કરવા ફ્રીઝમાં રાખી દો. 1 કલાક પછી ઠંડી છાશને ઉપયોગમાં લેવી. 
 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application