1 જુલાઇથી લગ્નના મુહર્ત ઉપર ચાર મહિના બ્રેક, ત્યાર બાદ નવેમ્બરમાં વાગશે શરણાઇ

  • June 27, 2020 01:50 PM 349 views

 

પહેલી જુલાઈથી સનાતન ધર્મના અનુયાયીઓના લગ્નના શુભ મુહુર્ત ચતુર માસ શરૂ થતાં જ ચાર મહિનાનો બ્રેક લાગી જશે. પહેલી જુલાઈથી હરિશયન એકાદશી છે, એક માન્યતા છે કે આ એકાદશીથી પ્રભુ હરિ શયન કરવા ચાલ્યા જાય છે.

 

ચાતુર્માસમાં સનાતન ધર્મના લોકો લગ્નના શુભ મુહુર્ત જોવા મળશે નહીં.જ્યારે બનારસી પંચાંગ પ્રમાણે આ એકાદશી પહેલા તારીખ 26 જૂન સુધી લગ્નના પાંચ મુહૂર્ત બચ્યા છે.

 

અન્ય મિથિલા પંચાગ પ્રમાણે લગ્નના સમગ્ર 17 જુનના રોજ સમાપ્ત થઈ ચૂક્યા છે. બનારસી પંચાંગના હિસાબથી ચાતુર્માસ બાદ ૨૫ નવેમ્બરથી લગ્નના શુભ મુહુર્ત ફરીથી શરૂ થશે જ્યારે મિથિલા પંચાંગ પ્રમાણે 1 ડિસેમ્બરથી શુભ શરૂઆત થશે.

 

જ્યોતિષાચાર્ય જણાવી રહ્યા છે કે આ વર્ષમાં હવે માત્ર સત્તર જ બચ્યા છે. જેમાંથી જૂન મહિનામાં 5 , નવેમ્બર 2 અને ડિસેમ્બરમાં 10 શુભ વિવાહના મુહૂર્ત છે.આ વર્ષે ચાતુર્માસ સમાપ્ત થયા બાદ ૨૫ નવેમ્બરથી  30 ડિસેમ્બર સુધી માત્ર બાર વિવાહના મુહૂર્ત જોવા મળશે.

 

જૂન મહિનાના બાકી મુહૂર્ત

 

સોમવાર 29 જૂન

 

અને મંગળવાર 30 જૂન

 

નવેમ્બરમાં મુહૂર્ત-બનારસી પંચાંગ પ્રમાણે

 

25 નવેમ્બરથી 30 નવેમ્બર

 

ડિસેમ્બરમાં શુભ મુહૂર્ત-બનારસી પંચાંગ પ્રમાણે

 

તારીખ : 1, 2, 6 ,7, 8, 9, 10, 11, 13 અને 14

 

મીથીલા પંચાંગ પ્રમાણે લગ્નના શુભ મુહુર્ત

 

ડિસેમ્બરમાં તારીખ 2,6 ,7, 10 ,11 અને 14


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application