રાજકોટમાં માર્કેટ યાર્ડ ખુલ્લું બજારોમાં સ્વયંભૂ લોકડાઉન

  • April 10, 2021 09:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સોનીબજાર, પેલેસ રોડ, લાખાજીરાજ રોડ, ધર્મેન્દ્ર રોડ, ઘીકાંટા રોડ, ગુંદાવાડી, પરાબજાર, કડિયા નવલાઈન, ગરેડિયા કૂવા રોડ, ભૂપેન્દ્ર રોડ, રૈયાનાકા બજાર, કંસારા બજાર, ઢેબર રોડ ફર્નિચર માર્કેટ, ગોંડલ રોડ ઓટોમોબાઈલ માર્કેટ, કેનાલ રોડ હાર્ડવેર માર્કેટ સહિતની બજારોએ સ્વયંભૂ બંધ પાળ્યો

 


રાજકોટમાં કોરોનાની બીજી લહેર પ્રસરી જતાં દરરોજ કોરોનાના સેંકડો કેસ મળવા લાગ્યા છે. સિવિલ હોસ્પિટલ અને પ્રાઈવેટ હોસ્પિટલો હાઉસફૂલ થઈ ગઈ છે ત્યારે ગઈકાલે મુખ્યમંત્રી વિજયભાઈ પાણી રાજકોટ આવી પહોંચ્યા હતા અને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી ત્યારબાદ પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરતી વેળાએ તેમણે રાજકોટવાસીઓને સ્વયંભૂ લોકડાઉન કરવા અપીલ કરી હતી. મુખ્યમંત્રીની આ અપીલને માન આપીને રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા શનિ-રવિ સ્વયંભૂ લોકડાઉન રાખવા એલાન કરાયું હતું જેને માન આપીને આજે શહેરની મોટાભાગની બજારો બંધ રહી હતી.  જો કે, રાજકોટ માર્કેટ યાર્ડ અને રાજકોટ દાણાપીઠ બજાર રાબેતા મુજબ ચાલુ રહ્યા હતા.

 


રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા શહેરની વિવિધ બજારોના એસોસિએશન અને અન્ય તમામ વેપારી સંગઠનો સાથે સંકલન કરીને કોરોના વાયરસના સંક્રમણની ચેઈન તોડવા માટે શનિ-રવિ બે દિવસ સ્વયંભૂ લોકડાઉન પાળવા એલાન કરાયું હતું જેના અનુસંધાને આજે સોનીબજાર, પેલેસ રોડ, ગુંદાવાડી, ધર્મેન્દ્ર રોડ, લાખાજીરાજ રોડ, ઘીકાંટા રોડ, કડિયા નવલાઈન, પરાબજાર, રૈયાનાકા બજાર, કંસારા બજાર, ઢેબર રોડ ફર્નિચર માર્કેટ અને ગોંડલ રોડ પરની ઓટોમોબાઈલ્સ માર્કેટ સહિતની બજારોમાં સ્વયંભૂ લોકડાઉન રહ્યું હતું.

 


રાજકોટ શહેરની વિવિધ બજારોમાં સ્વયંભૂ લોકડાઉન રહ્યું હતું પરંતુ રાજકોટના બેડી માર્કેટ યાર્ડ અને ગ્રીનલેન્ડ ચોકડી પાસે આવેલા જૂના માર્કેટ યાર્ડમાં રાબેતા મુજબ કામકાજ ચાલુ રહ્યું હતું. માર્કેટ યાર્ડમાં અનાજ, કઠોળ, તેલિબિયા તેમજ શાકભાજી સહિતની જીવન જરિયાતની ચીજવસ્તુઓનું વેચાણ થતું હોય ત્યાં આગળ સ્વયંભૂ લોકડાઉનની કોઈ અસર જોવા મળી ન હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS