રાજકોટની ઘણી હોસ્પિટલોમાં ૪–૬ કલાક ચાલે તેટલો જ ઓકિસજન

  • April 23, 2021 02:35 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઓકિસજનની ઈમરજન્સી  હવે હદ થઈ.... શહેરની કોવિડ હોસ્પિટલોમાં ઓકિસજનની ભયંકર અછત: ઓકિસજન મેળવવા માટે આખી રાત રઝળપાટ, ઓકિસજન વિના દર્દીઓ ભગવાન ભરોસે: સ્થિતિ સંભાળવામાં સરકાર અને તત્રં પણ વામણું પુરવાર થઈ રહ્યું છેરાજકોટમાં કોરોના ના કેસ ની તેજ રફતાર વચ્ચે ઓકિસજનની ઇમર્જન્સી ઊભી થઈ છે. શહેરની તમામ હોસ્પિટલોમાં ઓકિસજનની ભયંકર તંગી સર્જાતા તંત્રની સાથે ખુદ તબીબો પણ લાચાર બન્યા છે. ગઈકાલે આખી રાત્રી ડોકટરો ખુદ ટેન્કર લઈને રીફીલીંગ કરાવવા માટે શાપર વેરાવળ સુધી દોડા હતા.

 


ગઈકાલે જ આજકાલ દ્રારા રાજકોટમાં ઓકિસજનની કટોકટીથી ના સમાચાર પ્રસિદ્ધ કરાયા હતા આ સમયે તબીબોએ કલેકટરને મળીને રાજકોટ ની પરિસ્થિતિ દર્શાવી હતી ત્યારે કલેકટર તત્રં દ્રારા સાંજ સુધીમાં રાજકોટ ઓકિસજન મળી જશે તેવી ખાતરી આપવામાં આવી હતી જેને લઇને ગઈકાલે સાંજે ઓકિસજન ના ટેન્કર આવ્યા પણ હતા પરંતુ એક સાથે બધી હોસ્પિટલોને ઓકિસજન માત્ર ચારથી છ કલાક સુધી મળે તેટલો જ પુરવઠો આપવામાં આવ્યો હોવાથી આગળ ની પરિસ્થિતિ વણસે તે પહેલા હોસ્પિટલો દ્રારા ઓકિસજનની માંગને પહોંચી વળવા માટે રાત ઉજાગરા કરીને વેન્ડરો પાસે દોડયા હતા.

 


રાજકોટમાં કોરોના નો કહેર વર્તાયો છે ત્યારથી સરકારની પણ સંવેદનશીલતા મરી પરવારી હોય તેમ રાજકોટની હોસ્પિટલમાં અગાઉ દર્દીઓએ ઓકિસજન અને વેન્ટિલેટર વાળા બેડ,રેમડેસીવીર ઇન્જેકશન ની અછતનો સામનો કરવો પડો છે ત્યારે ગઈકાલથી ઓકિસજન મેળવવા માટે દોડધામ શ થઈ ચૂકી છે. મળતી વિગત મુજબ ગઈકાલે સાંજે જલારામ, શાંતિ, સુરભી અનેક કોવિડ હોસ્પિટલોમાં ઓકિસજન  ખલાસ થઈ જતાં દર્દીઓ પરેશાનીમાં મુકાઇ ગયા હતા. તાબડતોબ હોસ્પિટલ દ્રારા તંત્રને રજૂઆત કરવામાં આવી હતી. ઓકિસજન વિના દર્દીઓના જીવ પડીકે બંધાઈ ગયા હતા. આ હોસ્પિટલને અન્ય હોસ્પિટલો એ માનવતાના ધોરણે બેથી ચાર કલાક ચાલે તેટલો ઓકિસજનનો જથ્થો પૂરો પાડયો હતો તેમજ તત્રં દ્રારા પણ મોડી રાત્રે ૪ થી ૬ કલાક ચાલે એટલો આકિસજન આપવામાં આવ્યો હતો.

 


ગઈકાલથી રાજકોટમાં ઓકિસજનની ભયંકર શોર્ટેજ સર્જાતા કોવિડ હોસ્પિટલના તબીબોએ દર્દીઓના સ્વજનોને આ પરિસ્થિતિની જાણ કરી હતી અને તેમને કહેવામાં આવ્યું હતું કે હવે હાલ માં ઓકિસજનનો જથ્થો હોસ્પિટલ પાસે ખુબ જ ઓછો છે આથી તમારા દર્દીને તમારે અન્ય હોસ્પિટલમાં ખસેડવા હોય તો લઈ જઈ શકો છો અથવા તો તમે તમારી રીતે ઓકિસજન ની વ્યવસ્થા કરો. અમે અમારી રીતે ઓકિસજનની વ્યવસ્થા ઊભી કરવા તમામ પ્રયાસો હાથ ધર્યા છે. એક તબક્કે દર્દીઓ અને તેમના સ્વજનોની સાથે ખુદ તબીબો પણ લાચાર બન્યા હતા અને જાણવા મળ્યા મુજબ રાજકોટની તમામ કોવિડ હોસ્પિટલોના મેનેજમેન્ટ સાથે ડોકટરો પણ ટેન્કરમાં બેસીને આખી રાત પાસે ઓકિસજનનો જથ્થો લેવા ગયા હતા.

 


રાજકોટને ઓકિસજનનો પૂરતો જથ્થો મળી જશે: મુખ્યમંત્રી
રાજકોટમાં ઓકિસજનની ઇમર્જન્સી ઊભી થઈ છે વર્તમાન પરિસ્થિતિ અંગે હોસ્પિટલો દ્રારા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ને જાણ કરવામાં આવી હતી તેવી વિગત મળી છે.ત્યારે મુખ્યમંત્રીએ હૈયાધારણા આપી છે કે બપોર સુધીમાં રાજકોટને પૂરતો ઓકિસજનનો જથ્થો મળી જશે.

 


તબીબો ખુદ ટેન્કરમાં બેસીને ઓકિસજન માટે દોડા..!!
કોરોનાની મહામારી માં સરકારી તત્રં વામણું સાબિત થયું છે ત્યારે ગઈકાલે આ સંજોગોમાં રાજકોટના ડોકટરો પાસે અન્ય વિકલ્પ જ ન હોવાથી અને દર્દીઓની હાલત ગંભીર થવાના પગલે તબીબોએ માનવતા દાખવીને ઘરે બેસી રહેવાના બદલે ટેન્કરમાં બેસીને પોતે ઓકિસજન લેવા શાપર વેરાવળ સુધી દોડયા હતા, સિલિન્ડર રિફલિંગ કરાવવા માટે રાત ઉજાગરા કર્યા હતા.

 

 

૬૦ ટકા જેટલા દર્દીઓ ઓકિસજન પર
તબીબોએ જણાવ્યું હતું કે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં જેટલા દર્દીઓ દાખલ છે તેમાંથી ૬૦ ટકા દર્દીઓને ઓકિસજન આપવું પડે છે. છેલ્લા બે દિવસથી ઓકિસજન ની તીવ્ર તંગી વચ્ચે દર્દીઓને પૂરતા ફોર્સ સાથે ઓકિસજન પણ મળતું નથી. ગઈકાલે સાંજે ગંભીર કટોકટી સર્જાઈ ત્યારે ડોકટરોની સાથે દર્દીઓના સગા વ્હાલાઓ પણ ઓકિસજન ની સગવડ માટે ભટકયાં હતા.

 


તબીબો દ્રારા સતત તંત્રમાં રજૂઆત
જાણવા મળતી વિગત મુજબ ગઇકાલથી જ રાજકોટના તબીબો દ્રારા તંત્રમાં ઓકિસજનની ભયંકર તંગી અંગે જાણ કરવામાં આવી છે, ગઈકાલે કલેકટર તત્રં દ્રારા આશ્વાસન આપવામાં આવ્યું હતું કે રાજકોટને સાંજ સુધીમાં ઓકિસજન મળી જશે, ઓકિસજન ના ટેન્કર આવ્યા પણ ખરા પરંતુ ૫૦ ટકા જેટલી હોસ્પિટલોને ઓકિસજન મળ્યું જ નથી તેવું જાણવા મળ્યું હતું જેને પગલે ગઈકાલે સાંજે પાંચ વાગ્યાથી જ આ હોસ્પિટલો દ્રારા દર્દીઓના પરિવારજનોને જાણ કરી દેવામાં આવી હતી.

 


આ પરિસ્થિતિને પહોંચી વળવું અઘ: ડોકટરો ટેન્શનમાં
રાજકોટમાં કોરોના કેસે હદ વટાવી છે આ સંજોગોમાં હવે ઓકિસજન ને વિકરાળ અછત ઉભી થતાં દર્દીઓ ના શ્વાસ અધ્ધર તાલ થઈ ગયા છે. હોસ્પિટલોની ટેન્કમાં પણ પૂરતો ઓકિસજનનો જથ્થો ન હોવાના પગલે પૂરતા ફોર્સમાં દર્દીઓને ઓકિસજન મળતું નથી, આ બાબતે તબીબોએ જણાવ્યું હતું કે તત્રં દ્રારા આશ્વાસન આપવામાં આવે છે કે થોડા સમયમાં ઓકિસજન મળી જશે પરંતુ હાલની પરિસ્થિતિ ને પહોંચી વળવું અઘં છે, તબીબોએ પણ નિસાસો નાખતા કહ્યું હતું કે હવે અમારી પાસે પણ કોઈ વિકલ્પ રહ્યો નથી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS