લોકડાઉન નાંખો : કોરોનાથી લોકોના ટપોટપ મોત થઈ રહ્યા છે ત્યારે શહેરીજનોનો પોકાર

  • April 15, 2021 03:00 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોરોનાની કટોકટીમાં અનેક પરિવારો વેરવિખેર: જેટ ગતિએ વધતા સંક્રમણની ચેઇન તોડવા માટે ત્રણ અઠવાડિયાનું લોકડાઉન નાખો નહીં તો રાજકોટ વુહાન બનવાની દિશામાં: રાજકોટના તબીબો, વેપારી મહાજનો, ઉદ્યોગકારોનો અભિપ્રાય

 


રાજકોટમાં કોરોના એ મોઢું ફાડયું છે ટપોટપ લોકોના મોત થઇ રહ્યા છે. આવી વિકટ પરિસ્થિતિમાં રાજકોટના ડોક્ટર અને વેપારી જગત લોકડાઉન ની તરફેણમાં છે તો ઉદ્યોગકારો કહે છે કે લોકડાઉન માંથી ઇન્ડસ્ટ્રીઝને બાકાત રાખવામાં આવે કારણકે ઉદ્યોગોમાં સખત અને ચુસ્ત રીતે સોશિયલ ડિસ્ટન્સ મેન્ટેન થાય છે. અત્રે નોંધનીય છે કે રાજકોટ ઈન્ડીયન મેડીકલ એસોસિએશન દ્વારા વડાપ્રધાનને લોકડાઉન માટેની રજૂઆત કયર્િ બાદ અમદાવાદ આઈ એમ એ દ્વારા પણ કોરોના ની આ કટોકટીમાંથી બહાર આવવા માટે લોકડાઉન જ એક વિકલ્પ રહ્યું છે તેવી રજૂઆત કરવામાં આવી હતી. આવો જાણીએ રાજકોટના નામાંકિત તબીબો, વેપારી મહાજન અને ઉદ્યોગકારો આ મુદ્દે શું કહે છે?

 


સોની વેપારીઓ દ્વારા ફરી ત્રણ દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન: શુક્ર, શનિ, રવિ સોની બજાર બંધ રહેશે

 


બેકાબૂ કોરોનાને બ્રેક લગાવવા રાજકોટ ગોલ્ડ ડિલર્સ, જેમ્સ એન્ડ જ્વેલરી સહિતના એસોસિએશનનો એક સૂર: આ ત્રણ દિવસ પેલેસ રોડ સહિતની બજારોના તમામ શોમ, દુકાનો અને મેન્યુફેક્ચરિંગ એકમો બંધ રખાશે

 


રાજકોટમાં કોરોના બેકાબુ બન્યો છે ત્યારે અલગ અલગ સંગઠનો દ્વારા સ્વૈચ્છિક રીતે લોકડાઉન આપવામાં આવી રહ્યું છે ગત સપ્તાહ બાદ આ વિકએન્ડમાં પણ સોની વેપારીઓએ ત્રણ દિવસના લોકડાઉન ની જાહેરાત કરી છે.

 


રાજકોટ ગોલ્ડ ડીલર્સ એસોસિયેશન અને જેમ્સ એન્ડ જ્વેલરી એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે આ નિર્ણય લેવામાં આવ્યો છે કે કોરોના સંક્રમણની ચેન તોડવા માટે ધંધા રોજગાર અને બજાર બંધ રહેતો ભીડ અટકશે. ગત સપ્તાહે પણ શનિ રવિ બે દિવસ સોની બજાર બંધ રહી હતી ત્યારે આ અઠવાડિયામાં ત્રણ દિવસ ના સ્વેચ્છિક સોની બજાર અને પેલેસ રોડ પર આવેલા તમામ જવેલર્સ ઓ બંધ રાખવા માટે નો નિર્ણય એસોસિએશન દ્વારા લેવામાં આવ્યો છે અને જેમાં તમામ સોની વેપારીઓ અને કારીગરો એ પણ સહમતિ દશર્વિી છે.

 


રાજકોટ ગોલ્ડ ડીલર એસોસિયેશનના ચેરમેન પ્રભુદાસભાઈ પારેખ અને પ્રમુખ ભાયાભાઈ સાહોલિયા એ જણાવ્યું હતું કે, કોરોના મા અનેક સોની વેપારીઓ અને તેમના પરિવારજનો ભોગ લેવાયો છે, હવે વધુ માનવ જિંદગી ગુમાવે તે સોની વેપારીઓ સહન કરી શકે તેમ નથી. આ વિસ્તારમાં સવારથી મોડી સાંજ સુધી ભારે ટ્રાફિક રહેતો હોય છે. જો ભીડ ને ઓછી કરવી હશે તો તેનો વિકલ્પ બજાર બંધ રહે તેમાં સમજદારી છે.

 


રાજકોટ જેમસ એન્ડ જ્વેલરી એસોસિયેશનના સેક્રેટરી મયુર આડેસરા એ જણાવ્યું હતું કે, એસોસિએશન નો નિર્ણય આ યોગ્ય છે અને કોરોના પોઝિટિવ ની સંખ્યામાં પણ ઘટાડો થઈ શકે તેમ છે અગાઉ પાંચ દિવસ માટે લોકડાઉન ની વાટાઘાટો ચાલી રહી હતી જેમાં આ વખતે શુક્રવાર, શનિવાર અને રવિવાર એમ ત્રણ દિવસ સોની બજાર -પેલેસ રોડ પર આવેલા તમામ શોરૂમ અને દુકાનો તેમજ મેન્યુફેક્ચરિંગ એકમો બંધ રહેશે.

 


ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા ત્રણ દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન
શુક્ર, શનિ અને રવિ બુકિંગ અને ડિલિવરી બંધ: 700 ઓફિસ બંધ પાળશેશહેરમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે ત્યારે અનેક એસોસિએશન દ્વારા સ્વૈચ્છિક રીતે લોકડાઉનની જાહેરાત કરવામાં આવી રહી છે. જેમાં હવે રાજકોટ ટ્રાન્સપોર્ટ એસોસિયેશનનો ઉમેરો થયો છે. શુક્ર, શનિ અને રવિવાર આમ 3 દિવસ ટ્રાન્સપોર્ટ કચેરીઓ બંધ રહેશે. જો કે, ટ્રાન્સપોર્ટેશન પૂર્વવત રીતે ચાલુ રહેશે તેવી ચોખવટ પણ કરવામાં આવી છે.

 


રાજકોટમાં કોરોનાએ કહેર મચાવ્યો છે, શહેરની હોસ્પિટલો હાઉસફુલ થઈ જવા પામી છે. આવી પરિસ્થિતિમાં સંક્રમણની ચેઈન તોડવીએ જ એકમાત્ર વિકલ્પ છે. જેને ધ્યાને લઇને સોની બજારમાં શુક્રવાર, શનિવાર અને રવિવાર દરમિયાન બંધ પાડવાની જાહેરાત કયર્િ પછી હવે રાજકોટના ટ્રાન્સપોર્ટ એસોસિયેશન દ્વારા શુક્ર, શનિ અને રવિવારે તમામ ઓફીસ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

 


આ અંગે ટ્રાન્સપોર્ટ એસોસિયેશનના પ્રમુખ હસમુખભાઇ ભગદેવના જણાવ્યા પ્રમાણે, તા.16, 17 અને 18ના રોજ રાજકોટમાં આવેલી ટ્રાન્સપોર્ટેશનની 700 જેટલી ઓફિસ બંધ રાખવામાં આવશે. નવાગામ, શાપર, લોઠડા, પરવડા, અટીકા વગેરે ઘરમાં આવેલી ટ્રાન્સપોર્ટેશનની તમામ ઓફિસો આ ત્રણ દિવસ દરમિયાન સદંતર બંધ રહેશે. જો કે આ દરમિયાન ટ્રાન્સપોર્ટેશન વ્યવહાર પૂર્વવત રીતે ચાલુ રહેશે.

 


કોરોનાની ચેઇનને બ્રેક કરવા ત્રણ સપ્તાહનું લોકડાઉન જરી: ડો.પ્રફુલ કમાણી
કોરોના ની કટોકટીભરી પરિસ્થિતિ માં એક એક શ્વાસ માટે વ્યક્તિ વલખા મારી રહી છે આ સંજોગોમાં જો ત્રણ સપ્તાહ માટે નું લોકડાઉન આવે તો પૂરપાટ ઝડપે દોડતી કોરોના ની ચેન ને તોડી શકાય તેવો સ્પષ્ટ અભિપ્રાય રાજકોટ ઈન્ડીયન મેડીકલ એસોસિએશન ના પ્રેસિડેન્ટ ડોક્ટર પ્રફુલ કમાણી એ આપ્યો હતો. આ બાબતે ડોક્ટર પ્રફુલ કમાણીએ જણાવ્યું હતું કે રાજકોટ માં ભયાનક રીતે કોરોના ના કેસ વધી રહ્યા છે એક પણ હોસ્પિટલોમાં આઈ સી યુ કે વેન્ટિલેટર ખાલી નથી. ગત વર્ષ કરતાં આ વખત નો નવો સ્ટ્રેઇન ઘાતક નીવડી રહ્યો છે, જો રાજકોટમાં ત્રણ અઠવાડિયા માટે નું લોકડાઉન આપવામાં આવે તો ભીડને કાબૂમાં લાવી શકાશે, અમે ડોક્ટરોને પણ સ્પષ્ટ સુચના આપી દીધી છે કે,માસ્ક,સેનિતાઈઝર,સોશ્યલ ડિસ્ટન્સ માટે વધુને વધુ લોકોને જાગૃત કરવા અને પોતે પણ આ નિયમોની કડક રીતે અમલવારી કરવી જેનાથી કોરોના થી આપણે દૂર રહી શકીએ. આજકાલ સાથેની વાતચીતમાં ડોક્ટર કમાણીએ જણાવ્યું હતું કે આ વખતના કોરોના ની નવી પેટર્ન માં સૌથી વધુ 40 થી 45 વર્ષના યુવાનો નો ભોગ લેવાઈ રહ્યો છે, રાજકોટમાં કોરોના ની ચિંતાજનક પરિસ્થિતી હોવા છતાં પણ હવે લોકોમાં જાણે કોરોના નો ભય ન હોય તે રીતે કારણ વિના પણ ઘરની બહાર નીકળી રહ્યા છે રાજકોટ ની પરિસ્થિતિ માટે લાલબત્તી સમાન છે.

 

 


આંશિક લોકડાઉન અમલી છે જ, જર જણાયે પૂર્ણ લોકડાઉન મુકો: ધનસુખ વોરા
ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રમુખ ધનસુખભાઈ વોરાએ જણાવ્યું હતું કે, હાલમાં આંશિક લોકડાઉન અમલી છે જ, ઉદ્યોગો માટે અન્ય રાજ્યોમાંથી આવતું રો-મટિરિયલ્સ હાલ આવતું નથી. રાત્રે 8 વાગ્યાથી સવારે 6 સુધી કરફ્યુ અમલી છે. જો પૂર્ણ લોકડાઉનથી કોરોના ક્ધટ્રોલ થઈ શકતો હોય તો પૂર્ણ લોકડાઉન મુકવું જોઈએ. કોરોના પણ ક્ધટ્રોલ ન થાય અને અર્થતંત્રની તંદુરસ્તી બગડી જાય તેવું ન થવું જોઈએ. મેડિકલ એડવાઈઝરી કમિટીની સલાહ મુજબ નિર્ણય કરવો જોઈએ.

 


લોકડાઉનની નહીં લોકજાગૃતિ-સ્વયં શિસ્તની જરિયાત છે: નલિન ઝવેરી
સૌરાષ્ટ્ર-કચ્છ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રમુખ નલિનભાઈ ઝવેરીએ જણાવ્યું હતું કે લોકડાઉનની વ્યાપાર-ઉદ્યોગ જગત ઉપર અસહ્ય અસર પડે છે આથી લોકડાઉન કરવું ન જોઈએ અથવા કરવું પડે તો અર્થતંત્રને અસર ન પડે તે રીતે કલાકોની મયર્દિામાં કરવું જોઈએ. લોકડાઉનની નહીં પરંતુ ખરા અર્થમાં કહીએ તો લોકજાગૃતિ અને સ્વયંશિસ્તની જર છે જેનો સંપૂર્ણ અભાવ જોવા મળી રહ્યો છે. સરકાર કેટલું કરે, નાગરિકો હવે જાગૃત બને.

 


રાજકોટમાં 102 ટકા લોકડાઉન આપવું જ જોઈએ: સોની મહાજનો
રાજકોટના સોની મહાજન ની સંસ્થા રાજકોટ ગોલ્ડ ડીલર્સ એસોસિએશનના પ્રમુખ ભાયાભાઈ સાહોલિયાએ સમસ્ત સોની વેપારીઓ અને કારીગરો વતી તેમનો અભિપ્રાય આપ્યો હતો કે રાજકોટમાં 102 ટકા લોકડાઉન આપવું જ જોઈએ, અમે તો સ્વેચ્છિક રીતે પણ શનિ-રવિ બે દિવસ ધંધા-રોજગાર બંધ રાખીને કોરોના ની આ ચેનલ ને તોડવા માટે સાથ આપી રહ્યા છીએ. રાજકીય પક્ષો તેમનો લાભ ખાંટવા માટે શા માટે બે અઠવાડિયા નું લોકડાઉન નથી આપતું? જ્યારે વેપારીઓ પોતે પણ કોરોના સામેની આ લડાઈ માં આર્થિકરીતે નુકશાની ભોગવી ને પણ લોકડાઉન ની તરફેણમાં છે તો પછી શા માટે તંત્ર લોકડાઉન ની દિશા તરફ નિર્ણય લેતું નથી. ગત વખતે કોરોના માં અનેક સોની વેપારીઓને અને તેમના પરિવારજનોને ગુમાવવાનો વારો આવ્યો હતો ત્યારથી જ સોની વેપારીઓ સજાગ થઇ ગયા છે અને કોરોના સામેની લડાઈમાં તેઓ પોતાના ધંધા-રોજગાર બંધ રાખીને સાથ આપવા તૈયાર છે. રાજકોટમાં લોકડાઉન આવે કે ના આવે પરંતુ સોની બજારના વેપારીઓ એ પ્રેરક પહેલ કરીને ગત સપ્તાહની જેમ આ સપ્તાહમાં પણ ત્રણ દિવસનું લોકડાઉન આપ્યું છે તેમ સોની વેપારી મયુર આડેસરાએ જણાવ્યું છે.

 

 


લોકડાઉન સિવાય હવે કોઈ વિકલ્પ રહ્યો નથી: બિપીન કેસરિયા
રાજકોટ દાણાપીઠ બજાર વેપારી એસોસિએશનના પ્રમુખ બિપીનભાઈ કેસરિયાએ અસરથી એક સપ્તાહનું લોકડાઉન જાહેર કરવું જ જોઈએ. કોરોના વાયરસના સંક્રમણની સ્થિતિને ક્ધટ્રોલમાં લેવા માટે હવે લોકડાઉન સિવાય અન્ય કોઈ વિકલ્પ દેખાતો નથી. સ્વયંભૂ કે સ્વૈચ્છિક લોકડાઉન રહેશે નહીં. સરકાર જાહેર કરે તો જ અસરકારક અમલ થઈ શકે.

 


સરકાર લોકડાઉન ઝડપથી જાહેર કરે તે અત્યંત જરી: અતુલ કમાણી
સૌરાષ્ટ્ર એપીએમસી વેપારી એસોસિએશનના પ્રમુખ અતુલભાઈ કમાણીએ જણાવ્યું હતું કે, હવે સરકાર ઝડપી દાખવીને લોકડાઉન જાહેર કરે તે અત્યંત જરી છે. જ્યાં સુધી સરકાર લોકડાઉન જાહેર નહીં કરે ત્યાં સુધી સ્વૈચ્છિક કે સ્વયંભૂ કશું જ બંધ નહીં થાય. શહેરની લઈને ગામડાં સુધી ભયજનક હદે કોરોના વાયરસનું સંક્રમણ પ્રસરી ગયું છે ત્યારે દર્દીઓને હોસ્પિટલોમાં બેડ પણ મળતા નથી. સરકાર સ્વૈચ્છિક સંસ્થાઓ, સહકારી સંસ્થાઓ મારફતે દબાણ કરાવી બંધ કરાવે છે તેના બદલે લોકડાઉન જાહેર કરી દે તે જરી છે.

 


ઉદ્યોગોને બાકાત રાખીને ટોળે ટોળાં વળે છે ત્યાં લોકડાઉન નાંખો; ચેમ્બર ઓફ કોમર્સ
ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા શનિ-રવિ સ્વયંભૂ લોકડાઉન માટેની પહેલ કરવામાં આવી હતી ત્યારે પણ મોટાભાગના વેપાર રોજગાર ચાલુ રહ્યા હતા આથી તેના પરથી એવું ફલિત થઇ રહ્યું છે કે પ્રજાજનો લોકડાઉન ની દિશા માં નથી. જોકે ઇન્ડસ્ટ્રી માટે લોકડાઉન શક્ય નથી તેમ જણાવતા ચેમ્બરના વાઇસ પ્રેસિડન્ટ પાર્થ ગણાત્રા અભિપ્રાય આપતા જણાવે છે કે, હાલમાં ઉદ્યોગો પાસે ત્રણ ત્રણ મહિના ના ઓર્ડર પેન્ડિંગ છે આ ઉપરાંત ઔદ્યોગિક વિસ્તારોમાં કોરોના ના કેસ ખૂબ જ જૂજ છે, એવું સાંભળવા નહીં મળ્યું હોય કે આ ફેકટરીમાં આટલા કારીગરો કોરોના ગ્રસ્ત થયા છે કારણકે કોરોના આવ્યો ત્યારથી જ દરેક ઔદ્યોગિક એકમો સોશિયલ ડિસ્ટન્સનું સારી રીતે પાલન કરે છે, બીજું કે, મોટાભાગના કામદારો ફેક્ટરીમાં વસવાટ કરતા હોય છે આથી તેમને બહાર પણ નીકળવા ની થતું નથી કે જેના લીધે તેઓ કોરોના ફેલાવી શકે, આથી જો હાલની પરિસ્થિતિમાં લોકડાઉન નાખવામાં આવે તો જ્યાં સુપર સ્પ્રેડર કે લોકોના ટોળેટોળા મળે છે એવા વિસ્તારો બંધ રાખવા જોઈએ.

 

 

‘લોકડાઉનથી પરપ્રાંતીય શ્રમિકોની હિજરતથી સંક્રમણ વધશે’: પરેશ વસાણી, એન્જિનિયર એસો.ના પ્રમુખ
જો લોકડાઈન કરવામાં આવશે તો પરપ્રાંતીય શ્રમિકોની મોટાભાગે હિજરતત શરૂ થશે જેને કારણે સંક્રમણ વધવાની શક્યતા રહેલી છે. તેથી ગુજરાત સરકારે પણ મહારાષ્ટ્ર સરકારની જેમ નિયંત્રણો લાગુ કરવા જોઈએ. આ ઉપરાંત નાઈટ કર્ફ્યુને લોકો દોડાદોડ કરી મૂકે છે, જાહેર માર્ગો પર ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાઈ છે. જે સંક્રમણનું કારણ બને તેવી પૂરી શક્યતા રહેલી છે. તેમ એન્જીનીયરીંગ એસોસિએશનના પ્રમુખ પરેશ વસાણીએ કહ્યું છે.

 

 

પખવાડિયાનું લોકડાઉન જાહેર કરાય તો જ હવે કેસ ઘટશે: પ્રવીણ અણદાણી
રાજકોટ માર્કેટ યાર્ડના વેપારી વિભાગના ડિરેકટર પ્રવીણભાઈ અણદાણીએ જણાવ્યું હતું કે હાલમાં જે હદે કોરોના વાયરસનું સંક્રમણ પ્રસર્યું છે તે જોતા સરકાર પખવાડિયાનું લોકડાઉન જાહેર કરે તો જ કોરોનાની ચેઈન તૂટશે અને કેસ ઘટશે. સજ્જડ લોકડાઉન એ હાલના સમયની માગ છે. પખવાડિયા સુધી બધું બંધ રહે અને ટ્રાન્સપોર્ટેશન પણ બધું થાય તો નાગરિકો એક સ્થળેથી બીજા સ્થળે જતા બંધ થશે અને કોરોના કાબુમાં આવશે.

 

 

હવે આ નિર્ણય સરકાર પર છોડીએ છીએ: ડો.અતુલ પંડ્યા
અમે ડોક્ટર તરીકે વહીવટી નિર્ણયોમાં નથી પડતા.હાલ ના સનજોગોમાં લોકો ની ટ્રીટમેન્ટ માંથી તબીબો વ્યસ્ત છે,રાજ્ય સરકાર ને કેન્દ્ર સરકાર પર આ નિર્ણય છોડીએ છીએ.તેમ ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના નેશનલ વાઇસ પ્રેસિડન્ટ ડોક્ટર અતુલ પંડ્યાએ જણાવ્યું હતું.

 

 

પુન: એક વખત લોકડાઉન અનિવાર્ય છે: ડો. દિનેશ ચોવટિયા
સામાજિક અને શૈક્ષણિક અગ્રણી ડો. દિનેશ ચોવટીયાએ ગુજરાતની જનતાને કોરોનાથી બચાવવા માટે પુન: લોકડાઉન અનિવાર્ય હોવાની વાત પર ભાર મૂક્યો છે. તેમણે કહ્યું છે કે, ગુજરાતમાં કોરોના વિસ્ફોટના પરિણામે ઓક્સિજન, વેન્ટિલેટર હોસ્પિટલમાં બેડ અને સારવારના સંદર્ભમાં ઈમરજન્સીની પરિસ્થિતિ ઊભી થઇ છે. આ સંજોગોમાં માત્ર ધંધા-રોજગારને ધ્યાનમાં રાખીને લોકડાઉન કરવામાં નહીં આવે તો હવે પછીના દિવસોમાં ગુજરાતમાં અંધાધૂંધીની પરિસ્થિતિ સર્જાવાની તમામ શક્યતાઓ ઊભી થઈ રહી છે. કોરોનાની ચેન તોડવા માટે સરકારે મમત મૂકીને ફરી એક વખત 15 દિવસનું લોકડાઉન જાહેર કરવું જોઈએ. ગુજરાત સરકાર કોરોનાની આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે પ્રયત્ન કરી રહી હોવા છતાં આભ ફાટ્યું હોય ત્યા થિંગડું મારવા બરાબર કામ થઇ રહ્યું હોય એ રીતે કોરોના વિસ્ફોટ થયો છે. ગુજરાતની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તાત્કાલિક લોકડાઉન કરવામાં નહીં આવે તો મહારાષ્ટ્ર જેવી પરિસ્થિતિ સર્જાય શકે છે.

 

 

સંપૂર્ણ લોકડાઉનના બદલે ચુસ્ત રીતે કોરોનાની ગાઈડલાઈનનું પાલન થાય: મેટોડા જીઆઇડીસી
સંપૂર્ણ લોકડાઉન લાદવાથી સામાન્ય માણસની રોજી રોટી છીનવાઈ જશે, માંડ માંડ પાટે ચડેલ વ્યાપાર-ધંધા બંધ થશે તો અર્થતંત્રની કમર તૂટી જશે. માટે લોકડાઉનની તરફદારી અમે ઉધોગકારો નથી કરતા ,તેને બદલે સરકારી તંત્ર દ્વારા જરૂરી રસીકરણ, ટેસ્ટ, વધતા જતા કોરોના દર્દીઓ માટે હોસ્પીટલ બેડ, ઓક્સિજન, રેમડેસીવિર ઈંજેક્શનો વગેરેની સપ્લાય ચેઈન મેંટેઈન થાય અને સૌથી જરૂરી છે. લોકો સ્વેચ્છાએ કોરોના ગાઈડ લાઈન ફોલો કરે તો કોરોના ચોક્કસ કાબુમા આવી શકે.તેમ મેટોડા જીઆઇડીસી ઈન્ડ. એસોસીએશન ના સેક્રેટરી રમેશ વોરાએ જણાવ્યું હતું.

 


લોકો કોરોનાથી ડરતા નથી પરંતુ કાયદાના દંડાથી ડરે છે: આજી જીઆઇડીસી
રાજકોટ માં લોકઙાઉન આપવું જ જોઈએ કારણકે રાજકોટ માં જે ઝડપ થી કેસો વધેછે તેટલી ્મેડીકલ સુવિધાઓ નથી. તેમ આજે જીઆઇડીસી એસોસિએશનના પૂર્વ પ્રમુખ જીવનભાઈ પટેલે જણાવ્યું હતું તેઓએ વધુમાં જણાવ્યું હતું કે સ્વેછાએ લોકડાઉન કરી લીઘું તો 75 % બંધ નથી રાખતા.લોકો કાયદો અને ડંડા થી ડરે છે.કોરોનાથી નહીં.જો જરૂરિયાત મુજબ લોકડાઉન નહીં કરે તો અમેરીકા જેવી હાલત થસે. કોરોનાની ચેઈન તોડવા લોકડાઉન જરૂર છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS