ઝોમેટો અને સ્વિગીના ડિલિવરી બોયના કોરોના ટેસ્ટ કરશે મનપા

  • November 21, 2020 05:48 PM 622 views

રાજકોટ મહાપાલિકાની આરોગ્ય શાખા દ્વારા ઝોમેટો-સ્વિગીના ડિલીવરી બોયના એન્ટિજન ટેસ્ટ કરવાનું પ્લાનિંગ તૈયાર કરવામાં આવ્યું છે. આ બન્ને એજન્સીઓના ડિલીવરી બોય દરરોજ સેંકડો ઘરોની મુલાકાત લેતા હોય તેમને કોરોના હોય તો અનેક પરિવારો સંક્રમિત થવાની સંભાવના રહેતી હોય કાલથી તેમના એન્ટિજન ટેસ્ટ કરવામાં આવશે. એકંદરે ડોર ટૂ ડોર સર્વેની સાથે સાથે મહાપાલિકા કાલથી સુપર સ્પ્રેડર્સ શોધવા માટેના ટેસ્ટ પણ શ કરશે જેમાં શાકભાજીના ફેરિયાઓ, મજૂરો વિગેરેના એન્ટિજન ટેસ્ટ કરાશે તેમજ અગાઉ આ ફેરિયાઓ અને મજૂરોને આપેલા હેલ્થકાર્ડ રિન્યુ કરવા માટે આરોગ્ય કેન્દ્ર ખાતે બોલાવાશે.

વિશેષમાં મહાપાલિકાના સૂત્રોએ જણાવ્યું હતું કે, રાજકોટ શહેરમાં હાલમાં કોરોનાના કેસમાં ફરી ઉછાળો આવ્યો છે ત્યારે પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા માટે સુપર સ્પ્રેડર્સને શોધવા ખુબ જરી હોય શહેરની તમામ શાકમાર્કેટના ફેરિયાઓ, બાંધકામ ઉદ્યોગ સહિતના વિવિધ ઉદ્યોગોમાં કામ કરતાં મજૂરોના એન્ટિજન ટેસ્ટ શ કરવામાં આવશે. આ ઉપરાંત હોકર્સ ઝોનમાં ખાણીપીણીના પદાર્થો વેચતા ધંધાર્થીઓના પણ એન્ટિજન ટેસ્ટ કરવામાં આવશે.
અગાઉ તમામ ફેરિયાઓ અને મજૂરોને હેલ્થકાર્ડ આપવામાં આવ્યા હતા તે હેલ્થકાર્ડ રિન્યુ કરવા માટે આરોગ્ય કેન્દ્રો ખાતે બોલાવાશે અને ત્યાં આગળ તેમના કોરોના ટેસ્ટ કરવામાં આવશે. જો કોરોના ટેસ્ટ નેગેટિવ આવશે તો જ તેમને હેલ્થકાર્ડ અપાશે અને જો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવશે તો તુરંત જ તેમને સિવિલ હોસ્પિટલ ખાતે કે સમરસ હોસ્ટેલમાં રિફર કરી દેવામાં આવશે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application