શહેરમાં વધુ બે પ્રાઈવેટ કોવિડ હોસ્પિટલોને મનપાની મંજૂરી: અન્ય એકમાં ૧૨ બેડ વધારાશે

  • April 29, 2021 02:50 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ શહેરમાં વધુ બે પ્રાઈવેટ કોવિડ હોસ્પિટલોને મહાપાલિકાએ મંજૂરી આપી દીધી છે અને ટૂંક સમયમાં આ બન્ને હોસ્પિટલો કાર્યરત થઈ જશે. અન્ય એક હોસ્પિટલમાં બેડ વધારવા માટે મંજૂરી આપવામાં આવી છે.

 


વધુમાં મહાપાલિકાની આરોગ્ય શાખાના સૂત્રોમાંથી પ્રા વિગતો મુજબ રાજકોટ શહેરમાં અમિન માર્ગને લાગુ પંચવટી મેઈન રોડ નજીક પર્ણકુટી સોસાયટી પાસે આવેલી જલારામ રઘુકુળ સાર્વજનિક હોસ્પિટલ સંકૂલમાં કાર્યરત પ્લેકસસ હોસ્પિટલના આઈસીયુમાં ૧૨ બેડ વધારવા માટે મંજૂરી માગવામાં આવી હતી જે આપી દેવામાં આવી છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, આ ઉપરાંત વધુ ૨ નવી હોસ્પિટલો શરૂ થનાર છે જેમાં યુનાઈટેડ હોસ્પિટલ તેમજ નોવા હોસ્પિટલ દ્રારા મંજૂરી માગવામાં આવી હતી. આ બન્ને હોસ્પિટલને પણ લીલીઝંડી આપી દેવામાં આવી છે. જો કે હાલમાં બન્ને સ્થળોએ ઓકિસજન સહિતની વ્યવસ્થા નિર્માણ કરવામાં આવી રહી છે.

 


રાજકોટ શહેરમાં આજની સ્થિતિએ કુલ ૩૯ પ્રાઈવેટ કોવિડ હોસ્પિટલો કાર્યરત છે જેમાં ઉપરોકત બે હોસ્પિટલનો ઉમેરો થતા હવે કુલ ૪૧ પ્રાઈવેટ કોવિડ હોસ્પિટલની સેવા ઉપલબ્ધ થશે. શહેરમાં દિવસેને દિવસે કોરોનાના કેસ વધી રહ્યા હોય નવી પ્રાઈવેટ કોવિડ હોસ્પિટલો શરૂ કરવા અરજીઓ આવે કે તુરતં જ મંજૂર કરવામાં આવી રહી છે તેમજ જે જૂની હોસ્પિટલો કાર્યરત છે તેને બેડ વધારવા માટે પણ તત્રં તરફથી અનુરોધ કરવામાં આવી રહ્યો છે. કોઈપણ પ્રાઈવેટ કોવિડ હોસ્પિટલ તરફથી બેડમાં વધારો કરવા માટેની માગણી કરતી અરજી આવે તો તે પણ તાકિદની અસરથી મંજૂર કરવામાં આવી રહી છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS