શૂટિંગ બંધ થયું અને વધી ગઈ આર્થિક સંકળામણ, ટીવી એક્ટરે કરી લીધી આત્મહત્યા

  • May 17, 2020 08:29 AM 1084 views

 

ટીવી એક્ટર સચિન કુમારના અવસાન બાદ મુંબઈની ટીવી દુનિયામાંથી વધુ એક ખરાબ સમાચાર સામે આવ્યો છે. અનેક સિરીયલોમાં પંજાબી અને શીખનું પાત્ર ભજવનારા અભિનેતા મનમીત ગ્રેવાલએ આત્મહત્યા કરી લીધી છે. સબ ટીવીની સીરીયલ આદત સે મજબૂરમાં કામ કરતાં અભિનેતાએ ડિપ્રેશન અને આર્થિક સંકટના કારણે આ પગલું ભર્યું છે. 29 વર્ષીય મનમીત નવી મુંબઈ વિસ્તારમાં રહેતો હતો.

 

તાજેતરમાં જ મનમીત એન્ડ ટીવીની સીરિયલ કુલદીપકમાં જોવા મળ્યો હતો. લાંબા સમયથી સિરિયલોમાં ભૂમિકા મેળવવા માટે તે સંઘર્ષ કરી રહ્યો હતો. દિલ્હીમાં રહેતા મનમિતના લગ્ન પણ થઈ ચુક્યા છે. મનમીત તેની પત્ની સાથે નવી મુંબઈના એક નાના ફ્લેટમાં રહેતો હતો. 

 

કોરોના વાયરસના કારણે સીરીયલોની શૂટિંગ બંધ થઈ અને ઘરમાં નાણાંકીય મુશ્કેલીઓ વધવાના કારણે તે ડીપ્રેશનમાં હતો. તેણે પોતાના કામ અને પરિવાર માટે કરજ પણ લેવું પડ્યું હતું તેવામાં છેલ્લા ઘણા દિવસોથી કામ ન થતું હોવાના કારણે તેની મુશ્કેલી વધી હતી.  

 

તેણે તેની પત્નીના દુપટ્ટાને પંખા વડે બાંધી આત્મહત્યા કરી હતી. જો કે તેની પત્નીએ આસપાસના લોકો પાસે મદદ માંગી પણ કોરોના વાયરસના ભયના કારણે કોઈ મદદે આવ્યું નહીં. અંતે એક ગાર્ડ આવ્યો તેણે મનમીતને નીચે ઉતાર્યો પરંતુ તેનો જીવ બચી શક્યો નહીં. હોસ્પિટલ પહોંચ્યા બાદ ડોક્ટરોએ તેને મૃત ઘોષિત કર્યો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application