કાલથી ઘરે-ઘરે ગજાનન ગણપતિનું મંગલ સ્થાપન

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગણપતિ આયો બાપ્પા કોરોનાનું વિઘ્ન હરશે બાપ્પા... કાલથી ઘરે-ઘરે વિઘ્નહર્તા ગજાનન ગણપતિનું મંગલ સ્થાપન થશે. આ વર્ષે સાર્વજનિક ગણેશ મહોત્સવનાં સ્થાને ઘરે ઘરે ઈકો ફ્રેન્ડલી ગણપતિજીની મૂર્તિનું સ્થાપન થશે. બાપાના આગમનને વધાવવા ભાવિકોનો ઉત્સાહ ચરમસીમાએ છે.

 

આ વર્ષે ઈકો ફ્રેન્ડલી ગણેશ મહોત્સવ હાલ કોરોના વાયરસ મહામારીને જોતા ગણપતિ પંડાલનું આયોજન કરવું કે ત્યાં જવું જોખમી હોઈ અને સાથે જ ગણપતિ દાદાની પીઓપીની મૂર્તિના પૂજન બાદ વિસર્જન વેળા પાણી પ્રદૂષણની ચિંતાને ધ્યાનમાં લેવી ખૂબ જ‚રી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ઘીયાવડ પ્રાઈમરી સ્કૂલ તાલુકો વાંકાનેરના શિક્ષિકા પરમાર નમ્રતાબા વિરેન્દ્રસિંહ દ્વારા ઈકો ફ્રેન્ડલી ગણેશ મહોત્સવનું ઘરે જ આયોજન કરેલ છે. તેઓએ માટી અને છાણના ઉપયોગથી સુંદર મજાની મૂર્તિનું નિર્માણ કરેલ છે ગણેશજીના પૂજન અર્ચન બાદ વિસર્જન પણ તેઓ ઈકો ફ્રેન્ડલી પધ્ધતિ મુજબ ઘરે જ પાણીના મોટા પાત્રમાં કરશે. સાથે જ તેમણે આ વર્ષે શાલા વિદ્યાર્થીઓ માટે બંધ છે તો પોતાના ગામની શાળાના બાળકો માટે હોમ લર્નિંગના ભાગ‚પે ઘરે બેઠા ઈકો ફ્રેન્ડલી માટીના ગણેશ બનાવવાની પ્રવૃતિ પણ આયોજિત કરેલ છે. જેનો હેતુ વિદ્યાર્થીઓમાં સર્જનાત્મક કૌશલ્ય વિકસાવવા અને વાલી સાથે મળીને બાળકો ગણેશ પૂજન કરે તેવો છે.


શનિવારે ગરેશ ચર્તુથી મહા ઉત્સવ છે
ભાદરવા સુદ ચોથને શનિવાર તારીખ ૨૨-૮-૨૦થી શ્રીગણેશ મહા ઉત્સવની શ‚આત થશે ગણેશ ઉત્સવમાં ઘરમાં ગણપતિ દાદાનું સ્થાપન અલગ અલગ રીતે કરી શકાય છે. પુરાણ પ્રમાણે માતાજી પાર્વતીજીએ પોતાની રક્ષા માટે પોતાના શરીરના પરસેવામાંથી ગણપતિજીની ઉત્પતી કરી હતી આથી આ પ્રમાણે જોતા ગણપતિજીની મૂર્તિ માટીની જ શ્રેષ્ઠ ગણાય છે. આમ પુરાણો પ્રમાણે જોતા ઘરમાં ગણપતિ દાદાની માટીની મૂર્તિની જ સ્થાપના કરવી અથવા તો શાસ્ત્રોના નિયમ પ્રમાણે સોપારીમા પણ ગણપતિ દાદાનો વાસ છે એટલે કે સોપારી રાખીને પણ ગણપતિદાદા તરીકે તેની પૂજા કરી શકાય.


તે ઉપરાંત એક સારા કાગળમાં જયારે લગ્ન પ્રસંગ હોય વાસ્તુ હોય ત્યારે દિવાલમાં માતૃકા દોરવામાં આવે છે સાથે ગણપતિદાદાનું ચિત્ર પણ દિવાલમાં દોરી તેની પૂજા કરવામાં આવે છે. આને માતૃકા પૂજન કહેવાય છે. જે ગણપતિદાદાનો દાદા સહિત પરિવાર છે આમ ગણપતિ ઉત્સવમાં એક સારા કાગળમાં ગણપતિદાદાનું ચિત્ર દોરી માતૃકા દોરી અને તેની પૂજા કરી તેને પણ દાદાની મૂર્તિ સ્વરૂપે સ્થાપના કરી શકાય છે આમ ગણેશ ઉત્સવ દરમિયાન

 

(૧) માટીની મૂર્તિ બનાવીને સ્થાપના (૨) સોપારીમાં ગણપતિદાદાની સ્થાપના સોપારી તરીકે (૩) કાગળમાં ગણપતિદાદાનું ચિત્ર દોરી અને સાથે માતૃકા દોરી તેની સ્થાપના કરવી વધારે યોગ્ય છે. આમ ત્રણ રીતે ગણપતિદાદાની સ્થાપના કોરોનાની બિમારીના કારણે કરી શકાય છે. જયારે ગણેશ ઉત્સવ પૂર્ણ થાય ત્યારે માટીની ગણપતિદાદાની મૂર્તિ ઘરે પાણીના ટબમાં પધરાવી તેમજ પીપળે અથવા આસોપાલવના ઝાળમા અથવા તો કાટા વગરના કોઈપણ વૃક્ષમાં પધરાવી શકાય છે. જો સોપારીમાં ગણપતિદાદાની સ્થાપના કરી હોય તો તે સોપારી ઉત્સવ પૂર્ણ થયા બાદ પીપળે પધરાવી શકાય છે. આજ પ્રમાણે કાગળમાં મૃતકા દોરી ગણપતિદાદાનું ચિત્ર દોરી સ્થાપના કરી હોય તો તેને પણ પીપળે મુકી શકાય છે. આમ ત્રણ રીતે કોરોનાની બિમારી વચ્ચે ગણપતિની સ્થાપના કરવી યોગ્ય છે. મૂર્તિ નાની હોય તો પણ ચાલે પરંતુ દાદાની પૂજા પાઠ દાદાનું કિર્તન સ્ત્રોતના પાઠ કરવાનું મહત્વ વધારે છે અને તેનું જ ફળ વધારે મળે છે તેમ શાસ્ત્રી રાજદીપ જોષી જણાવે છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application