મંગળ-બુધની ચાલથી આ રાશિઓને થશે લાભ જાણો 

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

18 જૂનના દિવસથી મંગળ ગ્રહ રાશિમાં ગોચર કરી રહ્યો છે. જ્યારે આ દિવસે બુધ એ પણ પોતાની વક્રી ચાલી છે. બંને ગ્રહોની આ ચાલી અસર તમામ રાશિઓ પર પડશે. ચાલો જાણીએ બંને ગ્રહોની ચાલ ની તમામ રાશિઓ પર કેવી અસર પડશે.

 

 મેષ 

 

આ દરમિયાન તમને આર્થિક રીતે હાનિ થવાની સંભાવના છે, તમારા ખર્ચામાં અકસ્માતે ખૂબ જ વધારો થશે અને વ્યક્તિગત જીવનમાં તણાવમાં વધારો થશે, તમારા સ્વાસ્થ્ય પર તમારે ધ્યાન આપવું પડશે.

 

વૃષભ

 

પરિસ્થિતિઓ તમારા માટે અનુકૂળ હશે કાર્યક્ષેત્ર લાભ મળશે અને ઉપલબ્ધિ પણ પ્રાપ્ત થશે. તમે કોઈપણ રીતે વિવાદ ચાલી રહ્યો હોય તો તેનાથી દૂર રહો.

 

મિથુન

 

ગ્રહોની ચાલ થી મિથુન રાશિના જાતકને લાભ મળશે કાર્યક્ષેત્રમાં તમને સફળતા મળશે નવું મકાન, વાહન સુખની પ્રાપ્તિ થઇ શકે છે તમારી મહેનતનું ઉચિત ફળ મળશે. 

 

કર્ક

 

આ સમય દરમિયાન તમને ઘણા ક્ષેત્રોમાંથી ફાયદો થશે, આર્થિક સ્થિતિ મજબૂત બનશે લોન બોજમા ઘટાડો થશે. કાર્યનો પ્રારંભ થશે જીવનમાં ખુશાલી આવશે નોકરીના પરિવર્તનથી લાભ મળશે.

 

સિંહ

 

આ સમયે તમને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે, સતર્ક રહેવું તમારા માટે ભલાઈનું કામ રહેશે યાત્રાઓ ઘણી કરવી પડી શકે છે, સ્વાસ્થ્ય નબળું રહેશે.

 

કન્યા

 

આ સમયમાં તમે થોડા ચિંતિત રહેશો કોઈ બાબતને લઈને તમે ભયના વાતાવરણમાં રહેશો. નજીકના લોકો નો સાથ નહીં મળે અને આ સમયે તમે એકાકીપણું અનુભવશો.

 

તુલા

 

તમે અસહજ મહેસૂસ કરી શકો છો. મનમાં થોડી 3 રહેશે કાર્યક્ષેત્રમાં મુશ્કેલીઓ આવશે પરંતુ તમારા ધીરજનાં ફળ તમને મળશે વધારે ક્રોધ સહન કરવાથી નુકસાન થશે.

 

વૃશ્ચિક

 

તમને સારું પરિણામ મળે તેવી સંભાવના છે, જો જૂનું દેણું હોય તો તેમાંથી રાહત મળશે, અને નવા કામનો પ્રારંભ સારો રહેશે.

 

ધન

 

આ સમયે તમને પડકારનો સામનો કરવો પડી શકે છે. તમારે ધીરજ થી કામ લેવું પડશે. શુભ કાર્યોને ટાળી શકો છો. પ્રોપર્ટી ખરીદવા કે વેચવા માટે સારો સમય છે.

 

મકર

 

તમારા માટે અનુકૂળ પરિસ્થિતિનું નિર્માણ થશે. આ દરમિયાન તમે કેટલાક સારા નિર્ણય લઈ શકશો. તમને તમારા નિર્ણય બદલ લાભ પણ પ્રાપ્ત થશે. અટકી પડેલા કાર્ય પૂરા થવાની સંભાવના છે.

 

કુંભ

 

આ દરમિયાન તમને સારા પરિણામો મળશે કાર્યક્ષેત્રમાં પરિસ્થિતિઓ માટે તમને અનુકૂળતા મળશે, કાર્યોમાં સફળતા પ્રાપ્ત થશે, અટકેલું ધન પરત મળશે, કારકિર્દીમાં સફળતા મળશે.

 

મીન

પોતાના સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું પડશે કારણકે ગોચર તમારા સ્વાસ્થ્ય માટે નકારાત્મક પ્રભાવ પાડી શકે છે. પરંતુ વેપારને લઈને સમય શુભ રહેશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS