અફઘાનિસ્તાનથી ભારત આવેલા લોકોને આપવામાં આવી પોલિયોની રસી, RTPCR ટેસ્ટ ફરજીયાત

  • August 22, 2021 01:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તાલિબાન દ્વારા અફઘાનિસ્તાન પર કબજો કર્યા બાદ લોકો ત્યાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરી રહ્યા છે. આમાં અમેરિકા, કેનેડા અને ભારત પોતાના લોકોને વિમાન દ્વારા અફઘાનિસ્તાનથી વતન પરત કરી રહ્યા છે. અફઘાનિસ્તાનથી ભારતમાં આવતા લોકો માટે દિલ્હી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પોલિયો રસી આપવામાં  આવી રહી છે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ પોતે ટ્વીટ કરીને આ માહિતી આપી છે.

 

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વિટર પર જાણકારી આપી છે કે, 'અફઘાનિસ્તાનથી પરત ફરતા લોકોને વાઇલ્ડ પોલિયો વાઇરસથી બચાવવા માટે આ પગલું ભરવામાં આવી રહ્યું છે. 

 

ભારતના ગાઝિયાબાદના હિન્ડન એરફોર્સ સ્ટેશન પર અફઘાનિસ્તાનથી લાવવામાં આવતા લોકોનો  RTPCR ટેસ્ટ કરવામાં આવ્યો છે. આ માટે લોકોને હિન્ડન એરફોર્સ સ્ટેશન પર લાંબો સમય રાહ જોવી પડે છે. ભારતીય વાયુસેનાના સી -17 વિમાન દ્વારા 168 લોકોને અફઘાનિસ્તાનથી લાવવામાં આવ્યા હોવાની માહિતી આપવામાં આવી છે. તેમાંથી 107 ભારતીય નાગરિકો છે.

 

રવિવારે 300 જેટલા ભારતીય નાગરિકોને અફઘાનિસ્તાનથી વતન પરત લાવવામાં આવશે. અગાઉ, ભારતીય હવાઈ દળના લશ્કરી પરિવહન વિમાનમાં 87 ભારતીયોને શનિવારે કાબુલથી તાજિકિસ્તાનની રાજધાની દુશાંબે લઈ જવામાં આવ્યા હતા અને આ જૂથને રવિવારે વહેલી સવારે મધ્ય એશિયાના શહેરથી વિશેષ એર ઈન્ડિયાના વિમાન દ્વારા દિલ્હી પરત લાવવામાં આવશે.
 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
Covid amongst kids
  • May 10, 2021