Man vs wild શોમાં રજનીકાંત પછી જોવા મળશે આ સ્ટાર

  • January 30, 2020 11:07 AM 2 views

ટીવી શો મન વર્સીસ વાઈલ્ડ ચર્ચાનો વિષય બન્યા છે. પહેલા વડાપ્રધાન મોદી અને ત્યારબાદ સાઉથના સુપરસ્ટાર રજનીકાંતએ આ શોમાં કામ કર્યું છે. આ ટીવી શોને લોકો પણ ખૂબ પસંદ કરે છે. તેવામાં હવે શોના હોસ્ટ સાથે ફિલ્મ જગતના સ્ટાર્સ જોવા મળી રહ્યા છે એટલે જાણે સોનામાં સુગંધ ભળી હોય તેવો ઘાટ ઘડાયો છે. 

 

સુપરસ્ટાર રજનીકાંતએ તાજેતરમાં જ આ શો માટે શૂટિંગ કર્યું હતું. હવે ચર્ચાઓ છે કે આ શોમાં શોના મુખ્ય હોસ્ટ બેયર ગ્રિલ્સ સાથે બોલિવૂડના અક્ષય કુમાર જોવા મળશે. જાણવા મળ્યા અનુસાર આ શોના બે અલગ અલગ એપિસોડ શૂટ થવાના છે જેમાં રજનીકાંત અને અક્ષય કુમાર જોવા મળશે. આ એપિસોડનું શૂટિંગ આજથી અક્ષય કુમાર સાથે બંદીપુરમાં શરૂ થશે.