કોડીનારના છાછરમાં ત્રણ-ત્રણ દીકરીઓ પર નજર બગાડતો શખસ: સગીરા પર દુષ્કર્મ આચરતાં ખળભળાટ

  • March 22, 2021 12:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોડીનાર તાલુકાના છાછર ગામના એક જ પરિવારની ત્રણ સગીરવયની દીકરી પૈકી બે દીકરી સાથે તે જ ગામના એક યુવાને છેડતી કર્યા અંગે અને એક ૧૩ વર્ષની દીકરી સાથે દુષ્કર્મ આચર્યા અંગે સગીરાના પિતાએ કોડીનાર પોલીસમાં ફરિયાદ કરતાં પોલીસે આઈપીસી કલમ ૩૭૬ (૩), ૩૫૪, ૪૫૨, ૫૦૪, ૫૦૬ (૨), ૧૧૪ તથા પોકસો કલમ-૩ (એ), ૪-૮-૧૧ મુજબ ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.


મળતી વિગત મુજબ છાછર ગામના મનુભાઈ (નામ બદલાવેલ છે)ને પરિવારમાં ત્રણ દીકરી છે જે પૈકી સૌથી નાની ૧૦ વર્ષની દીકરીને તેના પાડોશમાં રહેતો સાજીદ ઈમરાન નામના શખસે ગત તા.૧૫-૩ના રોજ તેના ઘરે જઈ છેડછાડ કરી હતી. આ પહેલાં એક માસ પહેલાં તેની ૧૨ વર્ષની બહેનને આરોપીએ શારીરિક અડપલા કર્યા હતા. જ્યારે પાંચેક માસ પહેલાં સૌથી મોટી દીકરી ઘરે એકલી હતી ત્યારે તેની એકલતાનો લાભ લઈ સાજીદે તેના ઉપર દુષ્કર્મ આચર્યું હતું અને જો કોઈને કહીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પરિણામે મુંગા રહેલા આ પરિવારની બીજી બે દીકરી ઉપર પણ આરોપીએ નજર બગાડી હતી. ગત તા.૧૫ માર્ચની ઘટનાથી દીકરીની માતા આરોપીના ઘરે ઠપકો આપવા જતા આરોપીની માતા ઝરીનાબેને તેની સાથે ઝઘડો પણ કર્યો હતો. બાદ મોટી દીકરીએ સઘળી હકિકત તેની માતાને કરતા સાજીદનો ભાંડો ફૂટી ગયો હતો જેથી ભોગ બનનારના પિતાએ કોડીનાર પોલીસમાં વિધિવત ફરિયાદ નોંધાવી હતી. વધુ તપાસ પીઆઈ સંદીપસિંહ ચુડાસમા ચલાવી રહ્યાછે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS