પુરૂષોએ રાત્રે આ કામ કરવાનું ટાળવું, નહિતર બની જશો સમસ્યાનો શિકાર

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

વર્તમાન જીવન શૈલીને નિહાળતા મહિલાઓ અને પુરુષોમાં ઘણા એવા કામકાજ છે જે રાત્રીના સમયમાં ન કરવા જોઈએ. મહિલાઓ અને પુરુષોના શરીરમાં અલગ પ્રકારના હોર્મોન રહેલા હોય છે. જે  તેઓને અમુક પ્રકારના કામ કરતા રોકે છે.

 

પુરુષોની વાત કરવામાં આવે તો સ્વાસ્થ્ય આ અંગે તેઓ મહિલાની સરખામણીમાં વધારે બેજવાબદાર હોય છે. ખાનપાન પર વ્યવસ્થિત ધ્યાન દેવામાં ન આવે અને કેટલીક ખરાબ લત પડી જાય તો તેના કારણે ઘણા પ્રકારની સ્વાસ્થ્યની સમસ્યાનો પુરુષોને સામનો કરવો પડતો હોય છે.

 

પુરુષોમાં એવી કેટલીક ગંભીર સમસ્યાઓ જોવા મળે છે, જેના પર તેમને વિશેષ ધ્યાન આપવાની જરૂરિયાત હોય છે. જાણી લઈએ કે આ તો પુરુષોએ છોડી દેવી જોઈએ અને રાત્રીના સમયે આ પ્રકારના કામ ક્યારે પણ કરવા જોઇએ નહીં.

 

મોડી રાત્રે ભોજન ન કરો

 

કેટલાક પુરુષોની આદત હોય છે કે ઓફિસ અને પોતાના ઘરનું કામ પૂર્ણ કર્યા બાદ મોડી રાત્રે જમવા બેસતા હોય છે. મોટાભાગે બેચલર પુરુષો આ રીતે રાત્રે બારથી એક વાગ્યાની વચ્ચે જમવા બેસતા હોય છે. આ આદત તેમની પાચનક્રિયાને સંપૂર્ણ રીતે ખરાબ કરી દે છે. એસીડીટી, પેટમાં ચુથાવવું, ગેસ થવો વગેરે સમસ્યા પુરુષોને વધારે જોવા મળતી હોય છે જેથી તેઓએ આઘાત શક્ય તેટલી વહેલી બદલી નાખવી જોઈએ.

 

મોડી રાત સુધી જાગો નહીં

 

કેટલાક લોકો રાત્રે મુવી તેમજ વેબ સીરીઝ જોવાના શોખીન હોય છે અને રોજિંદા જીવનમાં સુતા પહેલા ઘણા લોકો મોબાઇલ, લેપટોપ, ટીવી સાથે સમય વ્યતીત કરતા હોય છે. આ રૂટિન લાંબા સમય સુધી ચાલે છે,, અને પુરુષોને અનિદ્રાની સમસ્યા જોવા મળતી હોય છે. માટે આ આદત પુરુષોએ શક્ય તેટલી વહેલી છોડી દેવી જોઈએ.


દારૂ પીવાની આદત છોડી દો

 

આ આદતના કારણે કેન્સર લીવર અને કિડની સમસ્યાનો શિકાર પુરુષો બની જતા હોય છે. વૈજ્ઞાનિક સંશોધન પ્રમાણે દારૂનું સેવન  જાતીય આવેગોને ઓછું કરી નાખે છે. સાથોસાથ લાંબા સમય સુધી દારૂનું સેવન કરવાથી પુરુષોની શક્તિ હણાઇ જતી હોય છે અને તેઓ વધારે કામ કરી શકતા નથી. માટે આ આદત પણ શક્ય તેટલી વહેલી છોડી દેવી જોઈએ.

 

ખોટી આદતોથી થઈ જાવ દૂર

 

ખોટી આદતો નો અર્થ અહીં થાય છે કે હસ્તમૈથુન કે પોર્ન જોવાની લત પડી ગઈ હોય. જોઈએ કારણ કે તેના કારણે પ્રાઇવેટ પાર્ટ્સને નુકશાન પહોંચે છે. જેના કારણે સમગ્ર જીવન પર અસર પડે છે માટે આ આદત પણ શક્ય તેટલી વહેલી છોડી દેવી જોઈએ.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS