BREAKING NEWS

દ્વારકાના મોજપ ગામ નજીક ટ્રેન અડફેટે આવી જતાં મીઠાપુરના યુવાનનું કરૂણ મોત

  • June 18, 2026 02:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દ્વારકાના મોજપ ગામ નજીક ટ્રેન અડફેટે આવી જતાં મીઠાપુરના યુવાનનું કરૂણ મોત

દ્વારકા તાલુકાના મોજપ ગામ નજીક અકસ્માતે ટ્રેન અડફેટે આવી જતાં મીઠાપુરના યુવાનનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યુ મોત નિપજ્યુ છે. પ્રાપ્ત વિગત અનુસાર મીઠાપુર ગામના ડાડુભા સુમાણી નામનો યુવક મોજપ ગામ નજીકથી પસાર થઈ રહયો હતો તે દરમ્યાન અકસ્માતે ટ્રેન નીચે આવી જતાં ગંભીર અકસ્માતનો ભોગ બન્યો હતો. 

અકસ્માત એટલો સર્જરીક હતો કે યુવકનું ઘટનાસ્થળે જ પ્રાણપંખેરૂ ઉડી ગયુ હતું. ઘટનાની જાણ થતાં મીઠાપુર પોલીસનો કાફલો તાત્કાલીક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતક યુવકના મૃતદેહનો કબ્જો મેળવી અકસ્માતે મોતનો ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. આ અકસ્માત કયા કારણોસર સર્જાયો તે અંગે મીઠાપુર પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. સ્થાનીક યુવાનના અકાળે મોતથી મીઠાપુર પંથકમાં ભારે અરેરાટી સાથે શોકની લાગણી વ્યાપી ગઈ છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application