BREAKING NEWS

ખંભાળિયાના ઘી ડેમમાં ડૂબી જવાથી પ્રૌઢનું મોત

  • June 23, 2026 05:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળિયાના ઘી ડેમમાં ડૂબી જવાથી પ્રૌઢનું મોત

ફાયર વિભાગે દોઢ કલાકની જહેમત બાદ મૃતદેહ બહાર કાઢ્યો

ખંભાળિયામાં ગઈકાલે મોડી સાંજે એક દુખદ ઘટના સામે આવી છે, જ્યાં સ્થાનિક ઘી ડેમમાં એક વ્યક્તિ ડૂબી ગયો હોવાની માહિતી મળતા અરેરાટી વ્યાપી ગઈ હતી. આ ઘટનાની જાણ થતાં જ ખંભાળિયા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને સ્થાનિક તંત્રની મદદથી પાણીમાં ડૂબેલા વ્યક્તિની શોધખોળ હાથ ધરી હતી.

ફાયર ફાઇટરો દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી અને આશરે દોઢ કલાકની સઘન શોધખોળ બાદ આખરે તે વ્યક્તિનો મૃતદેહ બહાર કાઢવામાં સફળતા મળી હતી. તપાસ દરમિયાન મૃતકની ઓળખ ૪૦ વર્ષીય કાળુભાઈ ભિખાભાઈ પરમાર તરીકે થઈ છે.પ્રૌઢના અકાળે અવસાનથી પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે. હાલ પોલીસે આ મામલે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application